ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માએ પદભાર સંભાળ્યો
12:17 PM Oct 05, 2025 IST | revoi editor
Advertisement
ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો..કોબાના કાર્યાલય કમલમ ખાતે સંગઠન પર્વ 2024-25 અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય પરિષદની ચૂંટણીના પરિણામોની જાહેરાત પણ કરાઇ હતી . ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે પ્રદેશ અધ્યક્ષ પદે જગદીશ વિશ્વકર્માના નામની જહેરાત કરી હતી. પદગ્રહણ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે પાર્ટીએ જે જવાબદારી આપી છે, તેની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા છે.
Advertisement
જ્યારે વિદાઇ લઇ રહેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે કહ્યું હતું કે જે જવાબદારી મળી છે તે નિભાવવા સક્ષમ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સંગઠનનું કામ હોય કે અત્યારે મંત્રી તરીકે પણ એમની જવાબદારી જે છે એ ખૂબ સારી નિષ્ઠાથી એ નિભાવી રહ્યા છે.
Advertisement
Advertisement