For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે જગદિશ પંચાલની હાઈકમાન્ડે કરી પસંદગી

05:36 PM Oct 03, 2025 IST | Vinayak Barot
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે જગદિશ પંચાલની હાઈકમાન્ડે કરી પસંદગી
Advertisement
  • આજે શુક્રવારે વિજયમૂહુર્તમાં પ્રદેશ પ્રમુખ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યુ,
  • એક માત્ર ઉમેદવાર હોવાથી પંચાલ બિન હરિફ ચૂંટાશે,
  • ભાજપે પાટીદાર મુખ્યમંત્રી અને OBCને પ્રમુખપદની ફોર્મ્યુલા અપનાવી

ગાંધીનગર:  ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદિશ પંચાલ પર પસંદગીનો કળશ ઢોળાયો છે. આજે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે જગદિશ પંચાલે પ્રદેશ નેતાઓની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ. ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. અને એક માત્ર જગદિશ પંચાલે ફોર્મ ભર્યુ હોવાથી આવતી કાલે શનિવારે તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે.

Advertisement

નિકોલના ધારાસભ્ય અને મંત્રી જગદીશ પંચાલે ભાજપ હાઈકમાન્ડની સુચના બાદ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષપદની ચૂંટણી માટે આજે બપોરે વિજયમૂહુર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.ભાજપ પ્રદેશ પ્રમુખ માટે OBC ચહેરાની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રીય નેતૃત્વ તરફથી જગદીશ પંચાલના નામને લીલીઝંડી મળી ગઈ છે. રાજકીય વિશ્લેષકોના મતે, જગદીશ પંચાલ OBC સમાજમાંથી આવે છે. જેથી ભાજપના જ્ઞાતિગત સમીકરણોમાં વિશ્વકર્મા સૌથી ફીટ માનવામાં આવી રહ્યા છે. પાટીદાર મુખ્યમંત્રી અને OBCને પ્રમુખપદની ફોર્મ્યુલા ગુજરાત માટે હાલ ચર્ચાઈ રહી છે.

ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બન્ને પર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય છે, જ્યારે વિશ્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે. અત્યાર સુધીમાં ભાજપે કોઇ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એકસાથે બનાવ્યા નથી. તેથી આ કિસ્સો અપવાદરૂપ બન્યો છે. રાજ્યમાં ગણતરીના મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે. ત્યારે ઓબીસી મતોનું પ્રભત્વ જોતાં ભાજપે આ પસંદગી કરી છે. કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્ત્વ આપવું જરૂરી બન્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement