હિન્દુઓ વિના દુનિયાના અસ્તિત્વની કલ્પના અશક્યઃ મોહન ભાગવત
મણિપુર, 22 નવેમ્બર, 2025: It is impossible to imagine the existence of the world without Hindus "હિન્દુઓ વિના દુનિયાના અસ્તિત્વની કલ્પના અશક્ય છે" તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું છે. ઈશાન ભારતની મુલાકાતે ગયેલા સરસંઘચાલકે મણિપુર એક વક્તવ્ય દરમિયાન જણાવ્યું કે, દુનિયાને ટકી રહેવા માટે હિન્દુ સમાજ ટકી રહે એ આવશ્યક છે. તેમણે જણાવ્યું કે યુનાન (ગ્રીસ), મિશ્ર (ઈજિપ્ત) અને રોમ જેવી પ્રાચીન સભ્યતાઓ નષ્ટ પામી પરંતુ ભારતીય સભ્યતા ચિરંતન છે.
દરેક દેશે તમામ પ્રકારની સ્થિતિ જોઈ છે. યુનાન, મિશ્ર અને રોમ જેવી તમામ સભ્યતાઓ પૃથ્વી પરથી નષ્ટ થઈ ગઈ. આપણી સભ્યતામાં એવું કશુંક છે જેથી આપણે હજુ પણ ટકી રહ્યા છીએ તેમ સંઘના વડાએ જણાવ્યું હતું.
#WATCH | Imphal, Manipur | RSS Chief Mohan Bhagwat says, "Everyone needs to think about circumstances. But circumstances change. Every nation in the world has seen all kinds of situations. Some nations perished. Yunaan (Greece), Misr (Egypt) and Roma, all civilisations perished… pic.twitter.com/uhv7LVw4ir
— ANI (@ANI) November 22, 2025
મોહન ભાગવતે હિન્દુ સમાજને ધર્મના વૈશ્વિક સંરક્ષક તરીકે ગણાવ્યો હતો. ભારત ચીરંજીવ સભ્યતાનું નામ છે. આપણે આપણા સમાજમાં એક નેટવર્ક બનાવ્યું છે જેને કારણે હિન્દુ સમુદાય હંમેશાં ટકી રહેશે.
મણિપુરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલી વંશીય અથડામણો બાદ ભાગવતની એ રાજ્યની આ પ્રથમ મુલાકાત છે.
સાંસ્કૃતિક મહત્ત્વ ઉપર ભાર મૂકતા સંઘના વડાએ કહ્યું હતું કે ભારતે આત્મનિર્ભર અર્થતંત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. રાષ્ટ્ર નિર્માણ માટે સૈન્ય અને જ્ઞાનની ક્ષમતાઓ ઉપરાંત આર્થિક ક્ષમતા પણ સૌથી મહત્ત્વનો આધાર છે. સર્વોપરિતા શબ્દનો ઘણીવાર ખોટો અર્થ કરવામાં આવે છે, પરંતુ મુદ્દો એ છે કે આપણું અર્થતંત્ર સંપૂર્ણપણે આત્મનિર્ભર હોવું જોઈએ. આપણે કોઈના ઉપર નિર્ભર ન હોવા જોઈએ. ભારત સરકાર છેલ્લા થોડા વર્ષથી આત્મનિર્ભરતાની વાત કરી રહી છે તેવા સમયે મોહન ભાગવતે તેના સમર્થનમાં ઉપર મુજબ નિવેદનો કર્યાં હતાં.