હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ઈઝરાયલની આર્મી હવે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ નહીં કરે, સુરક્ષાના કારણોસર લેવાયો નિર્ણય

08:00 PM Dec 04, 2025 IST | revoi editor
Advertisement

ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યું છે. દરમિયાન ઈઝરાયલ ડિફેન્સ ફોર્સને સાઈબર સુરક્ષાને મજબુત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે લેફ્ટન્ટ કર્મલ તથા તેમની ઉપરના સિનિયર અધિકારીઓ સત્તાવાર સંદેશાવ્યવહાર માટે હવે આઈફોનનો ઉપયોગ કરશે. સુરક્ષાનો કારણોસર એન્ડ્રોઈડ ફોન સંપૂર્ણ રીતે બેન કરવામાં આવ્યો છે. ડિજીટલ સેંઘમારી કોશિશો અને વધતી સાયબર જાસૂસી ગતિવિધીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Advertisement

ઈઝરાયલના આર્મી રેડિયો અને જેરુસમલ પોસ્ટના રિપોર્ટ અનુસાર એન્ડ્રોઈડ ડિવાઈસો ઉપર સાયબર ઘુસણખોરીનો ખતરો સૌથી વધારે છે. તાજેતરના વર્ષોમાં સૈનિકો અને અધિકારીઓને ટ્રાર્ગેટ બનાવતી હની પોર્ટ મામલા સામે આવ્યાં છે. જ્યાં નકલી પ્રોફાઈલ મારફતે ફોનમાં મેલવેયર નાખીને લોકેશન અને સંવેદનશીલ ડેડાની ચોરી થવાની કોશિશ કરવામાં આવી હતી.

ઈઝરાયલ નેશનલ ન્યૂઝ અનુસાર, નવા દિશા-નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, સૈન્ય કામો માત્રને માત્ર આઈફોનનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ એન્ડ્રોઈડ ફોનને ઓપરેશનલ અને કમાન્ડ સાથે જોડાયેલી કાર્યવાહી દરમિયાન ઉપયોગ નહીં કરવાની મંજુરી નથી.  આ ઉપરાંત એન્ડ્રોઈડ ડિવાઈસનો માત્ર પ્રાઈવેટ ઉપયોગ માટે મંજુરી આપવામાં આવશે.

Advertisement

રિપોર્ટ અનુસાર, આઈડીએફને તાજેતરના કેટલાક આંતરિક સુરક્ષા અભ્યાસ કર્યાં હતા. જેમાં હિઝબુલ્લાબ સાથે જોડાયેલા નકલી એકાઉન્ટસની જેમ સાયબર કાવતરુ રચીને સૈનિકોની ડિજીટલ સતર્કતા તપાસમાં આવી હતી. આ અભ્યાસોમાં સામે આવ્યું કે, એન્ડ્રોઈડ ડિવાઈસ સૌથી વધારે જોખમી છે. જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને એન્ડ્રોઈડ ફોનને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(PHOTO-FILE)

Advertisement
Tags :
Android phonescyber espionageHamasIDFIsraeli armynot usesecurity reasonsTerrorist
Advertisement
Next Article