ઈઝરાયલી સેનાએ ગાઝામાં 100 થી વધુ સ્થળો પર હુમલા કર્યાં
ઈઝરાયેલની સેનાએ જણાવ્યું કે અઠવાડિયાનાં અંતે ગાઝા પટ્ટીમાં 100 થી વધુ સ્થળો પર ઈઝરાયેલે ડ્રોનથી હુમલો કર્યો હતો, આ હુમલામાં લગભગ 200 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં હમાસના કેટલાય લડવૈયા માર્યા ગયા હતા. અઠવાડિયાનાં અંતે લગભગ 92 ઈઝરાયેલી હવાઈ હુમલાઓ અને ગોળીબારની ઘટનાઓમાં બની જેમાં ઓછામાં ઓછા 184 લોકો માર્યા ગયા હતા. ખાસ કરીને ગાઝા શહેરમાં નિઃશસ્ત્ર નાગરિકો અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.
કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવામાં અને હોસ્પિટલ સુધી પહોંચવામાં અવરોધો આવી રહ્યા છે. ગાઝામાં પેલેસ્ટિનિયન નાગરિક સંરક્ષણ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે છેલ્લા ત્રણ દિવસમાં ઇઝરાયેલી હવાઈ હુમલાઓ હિંસક રીતે તીવ્ર બન્યા છે, જેને સ્થાનિક રહેવાસીઓએ અત્યંત મુશ્કેલ સમય તરીકે વર્ણવ્યું છે.
ઈઝરાયેલને શસ્ત્રો અને રાજકીય સમર્થન આપવા બદલ યુએસ વહીવટીતંત્રની ટીકા કરાઈ છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાય અને યુએન સિક્યુરિટી કાઉન્સિલને આ જઘન્ય ગુનાઓનું દસ્તાવેજીકરણ કરવા અને ગુનેગારોની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે સ્વતંત્ર તપાસ ટીમો મોકલીને તેમની કાનૂની અને નૈતિક જવાબદારીઓને પૂર્ણ કરવા હાકલ કરાઈ છે.