For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાઝા ઉપર કબજો કરવા માટે ઈઝરાયલે શરૂ કર્યાં હુમલા

02:07 PM Aug 21, 2025 IST | revoi editor
ગાઝા ઉપર કબજો કરવા માટે ઈઝરાયલે શરૂ કર્યાં હુમલા
Advertisement

ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ઈઝરાયલે ગાઝા ઉપર સંપૂર્ણ સબજો કરવા માટે કવાયત તેજ બનાવી છે, તેમજ ગાઝામાં હુમલામાં પણ વધારો કર્યો છે.

Advertisement

ઇઝરાયલની સેના એ જાહેરાત કરી છે કે તેણે ગાઝા શહેરને કબજે કરવા અને નિયંત્રણ મેળવવા માટે આયોજનબદ્ધ ભૂમિ હુમલા શરૂ કર્યા છે. મોટા હુમલાની તૈયારી માટે સૈનિકો પહેલાથી જ બહારના વિસ્તારોમાં, ખાસ કરીને ઝેઇટોન અને જબાલિયા વિસ્તારોમાં તહેનાત છે.ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે ગઈકાલે આ યોજનાને મંજૂરી આપી હતી, જેની સમીક્ષા આ અઠવાડિયાના અંતમાં ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળ દ્વારા કરાશે. ઇઝરાયલ સંરક્ષણ દળો-IDFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કામગીરીને ટેકો આપવા માટે, ઇઝરાયલ 60 હજાર અનામત સૈનિકોને બોલાવી રહ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement