For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઈઝરાયેલે બે દિવસમાં સીરિયા પર 250 થી વધુ હવાઈ હુમલા કર્યા

03:54 PM Dec 10, 2024 IST | revoi editor
ઈઝરાયેલે બે દિવસમાં સીરિયા પર 250 થી વધુ હવાઈ હુમલા કર્યા
Advertisement

સીરિયામાં ઈઝરાયેલનું હવાઈ અભિયાન ચાલુ છે. દરમિયાન બે દિવસમાં સીરિયા ઉપર 250થી વધારે હુમલા કર્યાનું જાણવા મળે છે. સીરિયન સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી એરફોર્સના વિમાનોએ સીરિયામાં ઓછામાં ઓછા ત્રણ મોટા લશ્કરી લક્ષ્યો પર બોમ્બમારો કર્યો છે. ડઝનબંધ હેલિકોપ્ટર અને ફાઈટર જેટ ઈઝરાયેલના હવાઈ હુમલા અભિયાનમાં સામેલ છે. ઈઝરાયલ દ્વારા આગામી દિવસોમાં હુમલાની સંખ્યામાં વધારો કરવામાં આવે તેવી શકયતા છે.

Advertisement

ઇઝરાયેલનું આ હવાઈ અભિયાન અસદ શાસનના પતન પછી સીરિયામાં સૌથી મોટો હવાઈ હુમલો છે. ઈઝરાયેલે આ બે દિવસમાં 250થી વધુ હવાઈ હુમલા કર્યા છે. જેમાં સીરિયાના હથિયારોના ભંડારોને મુખ્યત્વે નિશાન બનાવવામાં આવ્યા છે. ઈઝરાયેલના આ હુમલા પાછળ ઈઝરાયેલનો ડર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં ઈઝરાયેલને ડર છે કે અસદ શાસનના ખતરનાક શસ્ત્રો સીરિયામાં વિદ્રોહીઓના હાથમાં આવી શકે છે.

ઇઝરાયેલના મીડિયા આઉટલેટ ટાઇમ્સ ઓફ ઇઝરાયલે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે હુમલામાં ઉત્તરપૂર્વીય સીરિયાના કમિશ્લી એરપોર્ટ, હોમ્સના ગ્રામીણ વિસ્તારોમાં શિનશાર બેઝ અને દમાસ્કસના દક્ષિણપશ્ચિમમાં અકરાબા એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું હતું. ઈઝરાયેલ તેની એરફોર્સ દ્વારા તેમજ જમીન પરથી ઈઝરાયેલની ટેન્ક મારફતે સીરિયાની સરહદમાં પ્રવેશ્યું છે.

Advertisement

ઇઝરાયેલી એરફોર્સે રવિવારે સીરિયામાં હવાઈ હુમલો કર્યો હતો. જેમાં અદ્યતન મિસાઈલ સ્ટોરેજ ફેસિલિટી, એર ડિફેન્સ સિસ્ટમ, વેપન્સ પ્રોડક્શન ફેસિલિટી અને રાસાયણિક હથિયારોના સ્ટોર્સને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં અસદ સરકારની સેનાના વિમાનો, હેલિકોપ્ટર અને ઘણી ટેન્ક નષ્ટ થઈ ગઈ હતી.

Advertisement
Tags :
Advertisement