ઈરાકઃ બહુમાળી ઈમારતમાં ભીષણ આગની ઘટનામાં મોલ અને બિલ્ડિંગના માલિક સામે કાર્યવાહી કરાશે
ઇરાકના એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 50 લોકોના મોત થયા હતા. ઇરાકી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વી ઇરાકના અલ-કુટ શહેરમાં આગ લાગી હતી. આના કારણે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. વાસિત પ્રાંતના ગવર્નર મોહમ્મદ અલ-મિયાહીએ આ ઘટનાની વિગતો સત્તાવાર ઇરાકી સમાચાર એજન્સી (INA) ને આપી.
પાંચ દિવસ પહેલા અલ-કુટમાં એક હાઇપર મોલ ખુલ્યો હતો, અને અહીં જ આગ લાગી હતી. જોકે, તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં, મોલ સંપૂર્ણપણે આગમાં લપેટાયેલો જોવા મળે છે અને ભારે ધુમાડો પણ ઉપર ઉઠી રહ્યો છે. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં 50 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આગની ઘટના બાદ ઘણા લોકો ગુમ
રિપોર્ટ અનુસાર, આગ પહેલા પહેલા માળે લાગી અને પછી ફેલાઈ ગઈ. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ગુમ છે. ઘટનાસ્થળે પહોંચેલી રાહત ટીમ પણ લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. હાલની માહિતી અનુસાર, ઘણા મૃતદેહોને ખરાબ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વહીવટીતંત્ર મોલ અને બિલ્ડિંગના માલિક સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.
ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે
કુત શહેર બગદાદથી લગભગ 160 કિલોમીટર દૂર છે. ઘટનાથી પ્રભાવિત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ સાથે, મોલની આસપાસનો વિસ્તાર પણ ખાલી કરાવવામાં આવ્યો છે. રાહત ટીમ લોકોને મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ અકસ્માતને કારણે મૃત્યુઆંક વધુ વધી શકે છે.