ઈરાન ટ્રમ્પને નંબર વન દુશ્મન માને છે અને તેમને મારવા માંગે છેઃ ઈઝરાયલી PM નેતન્યાહૂ
ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે ઈરાની સરકાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મારવા માંગતી હતી. નેતન્યાહૂએ કહ્યું કે, ઈરાની સરકાર ડોનાલ્ડ ટ્રમ્પને તેના પરમાણુ કાર્યક્રમ માટે ખતરો માને છે અને સક્રિયપણે ટ્રમ્પને ખતમ કરવા માંગે છે. એક અમેરિકન ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં નેતન્યાહૂએ કહ્યું કે ઈરાન સરકાર ટ્રમ્પને મારવા માંગે છે. તેઓ તેમના દુશ્મન નંબર વન છે. ટ્રમ્પ એક નિર્ણાયક નેતા છે જેમણે અન્ય લોકોની જેમ ઈરાન સાથે વાટાઘાટોનો માર્ગ પસંદ કર્યો નથી. તે વાસ્તવમાં નબળાઈની વાત છે, જેણે ઈરાનને યુરેનિયમ સંવર્ધનના માર્ગ પર મૂક્યો. આનો અર્થ એ છે કે પરમાણુ બોમ્બ બનાવવાનો અને ઈરાનને અબજો ડોલર આપવાનો આ માર્ગ છે.'
નેતન્યાહૂએ કહ્યું કે 'ટ્રમ્પે ઈરાન સાથેનો નકલી કરાર સમાપ્ત કર્યો છે. તેમણે કાસિમ સુલેમાનીને મારી નાખ્યો. ટ્રમ્પ સ્પષ્ટ છે કે તમારી પાસે (ઈરાન) પરમાણુ શસ્ત્રો હોઈ શકતા નથી અને યુરેનિયમ સંવર્ધન કરી શકતા નથી. આ જ કારણ છે કે ઈરાન ટ્રમ્પને પોતાનો સૌથી મોટા દુશ્મન માને છે.' ઈરાન પર હુમલાના કારણો આપતાં, ઇઝરાયલી પીએમએ કહ્યું કે આપણો દેશ પરમાણુ વિનાશના ભયનો સામનો કરી રહ્યો છે અને અમારી પાસે હુમલો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.
નેતન્યાહૂએ કહ્યું કે 'આપણા અસ્તિત્વ માટે ખતરો છે. ઈરાન યુરેનિયમને સમૃદ્ધ બનાવીને પરમાણુ બોમ્બ બનાવવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું હતું અને તેનો હેતુ આપણો વિનાશ છે. બીજું, ઈરાન ઝડપથી બેલિસ્ટિક મિસાઈલોનો ભંડાર વધારી રહ્યું છે અને આગામી એક વર્ષમાં 3600 બેલિસ્ટિક મિસાઈલો અને આગામી ત્રણ વર્ષમાં 10 હજાર બેલિસ્ટિક મિસાઈલો બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. દરેક મિસાઈલનું વજન લગભગ એક ટન છે. એટલું જ નહીં, ઈરાન આગામી 26 વર્ષમાં 20 હજાર મિસાઈલો બનાવવા માંગે છે. કોઈ પણ દેશ આટલી મોટી સંખ્યામાં મિસાઈલ હુમલાઓનો સામનો કરી શકે નહીં અને ખાસ કરીને ઇઝરાયલ જેવો નાનો દેશ પણ નહીં. એટલા માટે આપણે કાર્યવાહી કરવી પડી.