ઈરાન અને ઈઝરાયલ પાંચમા દિવસે પણ એકબીજા પર હુમલા કર્યાં, અત્યાર સુધીમાં 250ના મોત
ઈરાન અને ઈઝરાયલ પાંચમા દિવસે પણ એકબીજા પર હુમલા કરી રહ્યા છે, જેમાં સ્થાનિક નાગરિકો પર હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈઝરાયલી હુમલાના જવાબમાં ઈરાને બે મિસાઈલોનો હુમલો કર્યો, જેના કારણે મધ્ય અને ઉત્તરી ઈઝરાયલના કેટલાક ભાગોમાં વહેલી સવારે હવાઈ હુમલાની ચેતવણીઓ શરૂ થઈ ગઈ.
ઈરાનના સશસ્ત્ર દળોએ ઈઝરાયલને ચેતવણી આપી હતી કે નવા અને અદ્યતન શસ્ત્રોનો ઉપયોગ સાથે આગામી કલાકોમાં ભીષણ હુમલાઓ વધુ તીવ્ર બનશે. બીજી તરફ, ઇઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે, તેણે પશ્ચિમ ઇરાનમાં લશ્કરી લક્ષ્યો પર અનેક વ્યાપક હુમલાઓ કર્યા હતા. ઇઝરાયલની સેનાએ દાવો કર્યો હતો કે તેણે રાતોરાત થયેલા હુમલામાં ઇરાનના યુદ્ધ સમયના ચીફ ઓફ સ્ટાફ અને સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના નજીકના સહાયક અલી શાદમાનીને મારી નાખ્યા હતા. ઇરાનમાં, સંઘર્ષ શરૂ થયા પછી ઓછામાં ઓછા 224 લોકો માર્યા ગયા છે. ઇઝરાયલમાં, 24 લોકો માર્યા ગયા છે.