For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

IPL :સનરાઇઝર્સ હૈદરાબાદને લખનઉ સુપર જાયન્ટ્સે 5 વિકેટે હરાવ્યું

11:09 AM Mar 28, 2025 IST | revoi editor
ipl  સનરાઇઝર્સ હૈદરાબાદને લખનઉ સુપર જાયન્ટ્સે 5 વિકેટે હરાવ્યું
Advertisement

બેંગ્લોરઃ હૈદરાબાદમાં ગઈકાલે ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટમાં લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું હતું. લખનઉએ 191 રનનો લક્ષ્યાંક માત્ર 16 ઓવર અને એક બોલમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો.

Advertisement

લખનઉ માટે નિકોલસ પૂરને 70 રન અને મિશેલ માર્શે 52 રનનું યોગદાન આપ્યું. હૈદરાબાદ તરફથી પેટ કમિન્સે 2 વિકેટ લીધી. આ પહેલા હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે 47 અને અનિકેત વર્માએ 36 રન બનાવ્યા હતા.

આજે ચેન્નાઈમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે. છેલ્લી મેચમાં ચેન્નાઈએ મુંબઈને અને બેંગલુરુએ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટથી હરાવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement