IPL: સનરાઇઝર્સ હૈદરાબાદે બેંગ્લોરને 42 રને હરાવ્યું
11:06 AM May 24, 2025 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ લખનઉંમાં ગઈકાલે રાત્રે IPL ક્રિકેટમાં, સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 42 રને હરાવ્યું. 232 રનના લક્ષ્યાંકના જવાબમાં, બેંગલુરુ 19 ઓવર અને પાંચ બોલમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગયું. સનરાઇઝર્સ તરફથી કેપ્ટન પેટ કમિન્સે ત્રણ અને ઇશાન મલિંગાએ બે વિકેટ લીધી.
Advertisement
આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 231 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 48 બોલમાં 94 રનની શાનદાર અણનમ ઈનિંગ રમી.
તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આજે જયપુરમાં પંજાબ કિંગ્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
Advertisement
Advertisement
Next Article