હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

IPL : વરસાદને કારણે દિલ્હી સામેની મેચ રદ થતા SRH પ્લેઓફની રેસમાંથી બહાર

11:33 AM May 06, 2025 IST | revoi editor
Advertisement

સનરાઇઝર્સ હૈદરાબાદની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના પ્લેઓફમાં સ્થાન મેળવવાની આશા સોમવારે સત્તાવાર રીતે ખતમ થઈ ગઈ. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ સામેની તેની મેચ સતત વરસાદ અને ભીના મેદાનને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. આવી સ્થિતિમાં, બંને ટીમોને એક-એક પોઈન્ટ આપીને મેચ રદ જાહેર કરવામાં આવી. આ ડ્રો સાથે, હૈદરાબાદના 11 મેચમાં કુલ 7 પોઈન્ટ થઈ ગયા છે, જેના કારણે તેમણે હવે પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં પહોંચવાની શક્યતા ગુમાવી દીધી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી ત્રીજી ટીમ બની ગઈ છે.

Advertisement

જોકે, વરસાદથી પ્રભાવિત આ મેચમાં, દિલ્હી કેપિટલ્સની ઇનિંગ્સ પહેલા પૂર્ણ થઈ હતી. મેચમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સના નેતૃત્વમાં બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. દિલ્હીને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. દિલ્હીએ માત્ર 7.1 ઓવરમાં 29 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.

પેટ કમિન્સે કરુણ નાયરને પહેલી જ ઓવરમાં આઉટ કર્યો. પછીની ઓવરમાં તેણે ફાફ ડુ પ્લેસિસને પુલ શોટ પર આઉટ કરાવ્યો. કમિન્સના બોલ પર ફ્લિક શોટ રમતી વખતે અભિષેક પોરેલ પણ આઉટ થઈ ગયો હતો. આ પછી હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટે અક્ષર પટેલ અને કેએલ રાહુલને પેવેલિયન મોકલ્યા હતા.

Advertisement

ટ્રિસ્ટન સ્ટબ્સ (અણનમ 41, 36 બોલ) અને ઇમ્પેક્ટ પ્લેયર આશુતોષ શર્મા (41 રન, 26 બોલ)એ દિલ્હીની ઇનિંગ્સને સ્થિર કરી. બંને વચ્ચે 66 રનની ભાગીદારી થઈ, જેના કારણે દિલ્હીનો સ્કોર 7 વિકેટના નુકસાને 133 સુધી પહોંચી ગયો. પરંતુ વરસાદને કારણે આગળની રમત રોકાઈ ગઈ અને મેચ આખરે પરિણામ વિના સમાપ્ત થઈ.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratidelhiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharIPLLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMatch CancelledMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesOutPlayoffsPopular NewsRainSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharSRHTaja Samacharviral news
Advertisement
Next Article