IPL: આજે રોયલ ચેલેન્જર બંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો
નવી દિલ્હીઃ IPL ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર બંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. અત્યાર સુધી આરસીબી બે મેચ રમ્યું છે અને બંને મેચમાં જીત સાથે હાલ પોઈન્ટ ટેબલમાં ટોપ ઉપર છે. જ્યારે ગુજરાતની ટીમની છેલ્લી મેચ મુંબઈ સામે રમાઈ હતી. જેમાં ગુજરાતની ટીમે મુંબઈને પરાજય આપીને 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. આજે ગુજરાત અને આરસીબીની મેચની ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
ગઇકાલે લખનૌમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે પ્રભસીમરન સિંઘના 69 રનના પ્રભાવી સ્કોર સાથે લખનૌ સૂપર જાયન્ટ્સને 8 વિકેટથી પરાજય આપ્યો છે. કપ્તાન શ્રેયસ ઐય્યરે 52 રન કર્યા હતા. લખનૌ માટે દીગવેશ સિંઘ રાઠીએ 2 વિકેટ ઝડપી હતી. અગાઉ ટોસ જીતીને પંજાબે ફિલ્ડિંગ પસંદ કરી હતી. લખનૌએ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. ટેબલ પોઈન્ટમાં લખનૌ ત્રીજા સ્થાને તો પંજાબ પાંચમા ક્રમે છે. જ્યારે રોયલ ચેલેન્જર બેંગલોર પ્રથમ ક્રમાંક પર છે.