For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

IPL : રાજસ્થાનની મુશ્કેલીઓ વધી, કેપ્ટન સંજુ સેમસન થયો ઈજાગ્રસ્ત

10:00 AM Apr 19, 2025 IST | revoi editor
ipl   રાજસ્થાનની મુશ્કેલીઓ વધી  કેપ્ટન સંજુ સેમસન થયો ઈજાગ્રસ્ત
Advertisement

દેશમાં હાલ આઈપીએલનો માહોલ જામ્યો છે.દરમિયાન રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો પડ્યો છે. ટીમના કેપ્ટન સંજુ સેમસન ફરી એકવાર ઘાયલ થયા છે. IPL 2025 ની 32મી મેચ દરમિયાન સંજુ મેદાન પર બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ દિલ્હી કેપિટલ્સ સામે 31 રન બનાવ્યા બાદ સેમસન રિટાયર હર્ટ થયો હતો. તેને ખૂબ દુખાવો થતો હતો. સેમસનની ઈજા અંગે રાજસ્થાન રોયલ્સ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Advertisement

દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનને 189 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, રાજસ્થાન તરફથી સંજુ અને યશસ્વી ઓપનિંગ કરવા આવ્યા હતા. રાજસ્થાનની ઇનિંગની છઠ્ઠી ઓવર દરમિયાન તે બેટિંગ કરી રહ્યો હતો. આ ઓવર દિલ્હી તરફથી વિપ્રાજ નિગમ કરી રહ્યો હતો. આ ઓવરના ત્રીજા બોલ પર સંજુએ શોટ માર્યો હતો અને બોલ લોંગ ઓફ તરફ ગયો હતો. પરંતુ તેને રન લીધો ન હતો. આ પછી તરત જ સેમસનને દુખાવો થયો હતો. આ દરમિયાન, રાજસ્થાન રોયલ્સ ફિઝિયો મેદાન પર પહોંચી ગયા હતા. તેણે સેમસનની પાંસળીઓ તપાસી હતા. તેમજ એક દવા પણ આપવામાં આવી હતી પરંતુ દુખાવો વધારે હોવાથી સંજુ મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. આ ઇનિંગમાં સેમસને 19 બોલનો સામનો કર્યો અને 31 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

સેમસન તાજેતરમાં ઈજામાંથી સ્વસ્થ થયા બાદ પાછો ફર્યો હતો. તેમના અંગૂઠા પર સર્જરી કરવામાં આવી હતી. હવે તે ફરીથી ઘાયલ થયો છે. જો સંજુની ઈજા ગંભીર ન હોય તો તે ટૂંક સમયમાં મેદાનમાં પાછો ફરી શકે છે. પરંતુ જો કોઈ ગંભીર ઈજા થાય છે, તો તે આ સિઝનમાંથી બહાર થઈ શકે છે. સંજુ ઈજાગ્રસ્ત થતા રાજસ્થાન ટીમના પ્રશંસકો ચિંતામાં મુકાયાં છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement