For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

IPL: પ્લેઓફની પહેલી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે

11:48 AM May 29, 2025 IST | revoi editor
ipl  પ્લેઓફની પહેલી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે
Advertisement

મુંબઈઃ IPL ક્રિકેટમાં પ્લેઓફની પહેલી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યે રમાશે. એલિમિનેટર રાઉન્ડમાં મુંબઈ ઇન્ડિયન્સ આવતીકાલે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. સ્પર્ધાની ફાઇનલ ત્રીજી જૂને અમદાવાદમાં રમાશે.

Advertisement

આઇપીએલની અંતિમ લીગ મેચમાં બેંગાલુરૂની ટીમે લખનઉને 6 વિકેટે પરાજય આપી પોઇન્ટ ટેબલમાં નંબર-ર નું સ્થાન મેળવી કવોલીફાયર-1 માટેની પોતાની ટિકીટ ફાઇનલ કરી લીધી હતી. હાઇકોરીંગ મેચમાં આરસીબીના સુકાની જીતેશ શર્માએ માત્ર 33 બોલમાં 6 સિકસર અને 8 ચોગ્ગાની મદદથી અણનમ 85 રન બનાવી પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. પાંચમી વિકેટ માટે જીતેશ અને મયંક વચ્ચે અણનમ 107 રનની વિજયી ભાગીદારી નોંધાઇ હતી. આવતીકાલે પંજાબ અને બેગ્લારૂ વચ્ચે આઇપીએલની પ્રથમ કવોલીફાયર મેચ રમાશે જેમ)ં જીત હાંસલ કરનારી ટીમનો ફાઇનલમાં પ્રવેશ થશે જયારે હારનારી ટીમને ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે એક તક મળશે દરમિયાન શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન વચ્ચે એલીમીનેટર મેચ રમાશે.

આઇપીએલના અંતિમ લીગ મેચમાં રોયલ ચેલેન્જર બેંગાલુરૂ માટે કરો યા મરો સમો જંગ હતો. આરબીસીએ ટોસ જીતી લખતઉ સુપર જાયન્ટસની ટીમને બેટીંગ માટે આમંત્રીત કરી હતી અત્યાર સુધી કંટાળ ફોર્મમાં રહેલો એમએસજીનો સુકાની અને આઇપીએલનો સૌથી મોંધો ખેલાડી રિષભ પંત છેલ્લી લીગ મેચમાં ખીલ્યો હતો તેણે માત્ર 61 બોલમાં આઠ સિકસર અને 11 ચોગ્ગાની મદદથી અણનમ 118 રન ફટકાર્યા હતા જયારે મિચેલ માર્શ 37 બોલમાં 67 રન ફટકાર્યા હતા. એલએસજીએ નિર્ધારિત ર0 ઓવરમાં 227 રનનો તોતીંગ જાુમલો ખડકયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement