IPL : દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે
ઈન્ડિયન પ્રીમિયર લીગની 48મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે મંગળવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચ બંને ટીમો માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જો દિલ્હી જીતશે તો તે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવશે, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સને પ્લેઓફની રેસમાં રહેવા માટે જીતવાની જરૂર છે. કેપ્ટન તરીકે, અક્ષર પટેલ અને અજિંક્ય રહાણે સામસામે હશે.
બંને ટીમોની શું છે સ્થિતિ ?
બંને ટીમોની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો, અક્ષર પટેલની આગેવાની હેઠળ દિલ્હી કેપિટલ્સે 9માંથી 6 મેચ જીતી છે. ટીમ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. જો દિલ્હી આજે જીતે છે, તો તેના 14 પોઈન્ટ થશે અને તે બીજા સ્થાને આવી જશે. જો તેની નેટ રન રેટ સુધરશે, તો તે RCBને હટાવીને નંબર 1નું સ્થાન મેળવી શકે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ 9માંથી ફક્ત 3 મેચ જીતી શક્યું છે, તેની છેલ્લી મેચ રદ્દ કરવામાં આવી હતી. 7 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને છે. જો તે આજે જીતે છે, તો તેના 9 પોઈન્ટ થશે અને તેમ છતાં તે છઠ્ઠા સ્થાને પર રહેલા લખનઉ (10 પોઈન્ટ)થી પાછળ રહેશે, પરંતુ આજની મેચ જીતવી તેના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો KKR આજે હારી જશે તો પ્લેઓફમાં પહોંચવું ખૂબ મુશ્કેલ બની જશે.