IPL વર્ષ 2028માં મેચની સંખ્યામાં વધારીને 94 કરે તેવી શકયતા
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ વર્ષ 2028માં આઈપીએલની મેંચોની સંખ્યામાં વધારે તેવી શકયતા છે. વર્ષ 2028માં આઈપીએલની કુલ 94 મેચ રમાડવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો કે, ભવિષ્યમાં આઈપીએલની ટીમમાં વધારો કરવાની શકયતાઓ નહીંવત છે. વર્ષ 2022માં આઈપીએલની મેચમાં સંખ્યા વધારીને 74 કરવાની સાથે બે નવી ટીમ સામેલ કરવામાં આવી હતી. ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જોઈન્ટસ ફેંન્ચાઈઝી વર્ષ 2022માં લીગનો ભાગ બની હતી. પ્રારંભમાં 2025માં આઈપીએલની મેંચની સંખ્યા 84 રાખવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. જો કે, ટુર્નામેન્ટ વિંડો અને પ્રસારકોની સમસ્યાને ધ્યાનમાં રાખવીને આ પ્રસ્તાવ સાઈડમાં મુકી દેવામાં આવ્યો હતો. આઈપીએલના ચેરમેન અરૂણ ધૂમલે જણાવ્યું હતું કે, બીસીસીઆઈ ગંભીરતાથી આઈપીએલ 2028માં મેચની સંખ્યા વધારીને 94 કરવાનું વિચારી રહ્યું છે. તેમણે ચાલુ વર્ષે રમાઈ રહેલી આઈપીએલને સફળ ગણાવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે આઈસીસી સાથે ચર્ચા રહી રહ્યાં છીએ, અમે બીસીસીઆઈમાં ઈન-હાઉસ ચર્ચા કરી છે. જેને ધ્યાનમાં રાખીને દ્રિપક્ષીય અને આઈસીસી આયોજનો, ફેંન્ચાઈઝી ક્રિકેટ અને ટી20 ક્રિકેટ સંબંધમાં પ્રશંસકોની રૂચિ કેવી રીતે બદલાઈ રહી છે આપણે આ અંગે ગંભીરતાથી વાત કરવી પડશે. આપણે એક મોટી વિંડો ઈચ્છીએ છીએ. અમારી નજર 74થી 84 અને 94 મેચ કરવા ઉપર છે. જેથી તમામ ટીમોને પોતાના હોમગ્રાઉન્ડ અને બહાર રમવાનો પણ મોકો મળે. તેમણે વધુમાં કહ્યું કે, બહુ ક્રિકેટ રમાય છે. આપણે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ રમીને આવ્યા અને ચેમ્પિયન્સ ટ્રોફી રમી, જે બાદ આઈપીએલ રમવામાં આવી રહી છે. વધારે ક્રિકેટને ધ્યાનમાં રાખીને 2025માં આઈપીએલની 74 મેચને બદલે 84 કરવી યોગ્ય ન હતી. જેથી અમને લાગશે ત્યારે યોગ્ય સમય ઉપર મેચની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લઈશું.