હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

આઈપીએલની ફાયનલ મેચ મેટ્રો ટ્રેનને ફળી, એક જ દિવસમાં 2.13 લાખ પ્રવાસીઓ નોંધાયા

06:32 PM Jun 05, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ શહેરના મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચના કારણે મેટ્રો ટ્રેનની આવકમાં પણ વધારો થયો છે. મોટેરા ખાતે આવેલા મોદી સ્ટેડિયમમાં 3 જૂને રમાયેલી આઈપીએલની ફાઈનલ મેચ જોવા મોટી સંખ્યામાં પ્રેક્ષકો પહોંચ્યા હતા. મંગળવારે એક જ દિવસમાં 2.13 લાખ પેસેન્જરોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. એકજ દિવસમાં  મેટ્રો ટ્રેનની 32 લાખની આવક થઈ હતી. આમ આઈપીએલની ફાયનલ મેચ મેટ્રો ટ્રેનને ફળી છે.

Advertisement

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ચાલુ સિઝન દરમિયાન ફાઈનલ સહિત કુલ 9 મેચ રમાઈ હતી. જેમાં 15 લાખ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. જેથી મેટ્રોને 2.16 કરોડની આવક થઈ છે. 25 જાન્યુઆરીએ મોદી સ્ટેડિયમમાં યોજાયેલ કોલ્ડ પ્લે કોન્સર્ટ સમયે સૌથી વધુ 2.16 લાખ લોકોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી જે એક રેકોર્ડ છે.

અમદાવાદમાં મેટ્રો ટ્રેન ઓથોરિટીના સૂત્રોના કહેવા મુજબ  શહેરમાં મેટ્રો શરૂ થઈ ત્યારથી તેમાં મુસાફરી કરનારા પેસેન્જરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે મોદી સ્ટેડિયમમાં યોજાતી મેચ કે અન્ય કાર્યક્રમમાં જવા માટે મેટ્રો સૌથી સારો વિકલ્પ છે. સ્ટેડિયમથી માંડ 100થી 150 ફૂટના અંતરે જ મેટ્રો સ્ટેશન આવેલું છે. આઈપીએલની ચાલુ સિઝન દરમિયાન અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ફાઈનલ સહિત કુલ 9 મેચ રમાઈ છે. આ મેચના દિવસો દરમિયાન 9 દિવસમાં જ 15.07 લાખથી વધુ શહેરીજનોએ મેટ્રોનો ઉપયોગ કરતા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને 2.16 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. જ્યારે ફાઈનલ મેચના દિવસે મેટ્રોમાં 213336 લોકોએ મુસાફરી કરતા એક દિવસમાં 32 લાખની આવક થઈ હતી.

Advertisement

 

Advertisement
Tags :
2.13 lakh passengers registeredAajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharIPL final matchLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMetro TrainMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article