For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આઈપીએલઃ દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલને ફટકારાયો રૂ. 12 લાખનો દંડ

09:00 AM Apr 16, 2025 IST | revoi editor
આઈપીએલઃ દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલને ફટકારાયો રૂ  12 લાખનો દંડ
Advertisement

દિલ્હી કેપિટલ્સે IPL સીઝન 18 માં પોતાની પહેલી મેચ હારી ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા 206 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, દિલ્હી 193 રનમાં જ સમેટાઈ ગયું હતું. આ હાર બાદ BCCIએ દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આ IPL 2025 ની પહેલી મેચ હતી. દિલ્હી કેપિટલ્સે આ પહેલા રમાયેલી ચારેય મેચ જીતી હતી, પરંતુ રવિવારે તેમના હોમ ગ્રાઉન્ડ પર હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 205 રન બનાવ્યા. તિલક વર્મા (59) અને રાયન રિકેલ્ટન (41) એ શાનદાર બેટિંગ કરી હતી.

Advertisement

દિલ્હી કેપિટલ્સ માટે કરુણ નાયરે 89 રનની શાનદાર ઇનિંગ રમી, તે 12મી ઓવરમાં આઉટ થયો અને આ સમયે ટીમનો સ્કોર 135 રન હતો. દિલ્હીને જીતવા માટે 50 બોલમાં 71 રનની જરૂર હતી પરંતુ અહીંથી, દિલ્હીનો કોઈ બેટ્સમેન ટકી શક્યો નહીં અને મુંબઈ ઈન્ડિયન્સ 12 રનથી જીતી ગયું. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા કરણ શર્માએ 4 ઓવરના સ્પેલમાં 36 રન આપીને 3 વિકેટ લીધી અને તેને મેચનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ સમય મર્યાદામાં પોતાના ઓવર પૂરા કરી શક્યા નહીં, તેથી કેપ્ટનને સ્લો ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. IPL આચારસંહિતાના કલમ 2.22 હેઠળ, જે ન્યૂનતમ ઓવર-રેટ ગુનાઓ સાથે સંબંધિત છે, તે મુજબ, આ સિઝનમાં તેમની ટીમનો આ પહેલો ગુનો હોવાથી, તેમને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

દિલ્હી કેપિટલ્સના 3 બેટ્સમેન સતત 3 બોલમાં રન આઉટ થયા, આ ખાસ હેટ્રિક જસપ્રીત બુમરાહ દ્વારા ફેંકવામાં આવેલી 19મી ઓવરમાં આવી. ઓવરના ચોથા બોલ પર આશુતોષ શર્મા (17), પાંચમા બોલ પર કુલદીપ શર્મા (1) અને છેલ્લા બોલ પર મોહિત શર્મા (૦) રન આઉટ થયા. આ હાર બાદ, દિલ્હી કેપિટલ્સ 5 માંથી 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જીત સાથે, મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને પહોંચી ગયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement