આઈપીએલઃ બેંગ્લોરને દિલ્હીએ 6 વિકેટથી હરાવ્યું, આજે કોલાકાતા અને ચેન્નાઈ વચ્ચે રમાશે મુકાબલો
નવી દિલ્હીઃ આઈપીએલ હવે ધીમે-ધીમે આગળ વધી રહી છે અને ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન આઈપીએલમાં ગઇકાલે દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો રમાશે.
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે દિલ્હી અને બેંગ્લોર વચ્ચે રમાયેલી આ મેચ માં બેંગલુરુના 164 રનના લક્ષ્યાંકના જવાબમાં, દિલ્હી કેપિટલ્સે 17 ઓવર અને પાંચ બોલમાં 4 વિકેટે 169 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ માટે, કેએલ રાહુલે સૌથી વધુ અણનમ 93 રન અને ટ્રિસ્ટન સ્ટબ્સે અણનમ 38 રન બનાવ્યા. બેંગ્લોર તરફથી ભુવનેશ્વર કુમારે 2 વિકેટ લીધી હતી.
અગાઉ, બેંગલુરુએ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 163 રન બનાવ્યા હતા. કે એલ રાહુલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આઇપીએલમાં આજે, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.