For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

IPL:CSKએ પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું

11:00 AM Mar 24, 2025 IST | revoi editor
ipl cskએ પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું
Advertisement

બેંગ્લોરઃ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે IPL 2025ની ત્રીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું. રચિન રવિન્દ્રએ 20મી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારીને CSKને ટુર્નામેન્ટમાં પહેલી જીત અપાવી.

Advertisement

રચિને 45 બોલમાં 65 રનની શાનદાર ઈનિંગ રમી. રચિને 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. ઈનિંગ્સ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 144.44 હતો. ઓપનર રચિન ઉપરાંત, કેપ્ટન રુતુરાજ ગાયકવાડે ચેન્નાઈ માટે કેપ્ટનશીપ ઈનિંગ્સ રમી હતી. તેણે માત્ર 26 બોલમાં 53 રનની તોફાની ઈનિંગ રમી. તેણે ઈનિંગ દરમિયાન 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા.

જોકે, 156 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ચેન્નાઈની શરૂઆત સારી રહી ન હતી. CSKને રાહુલ ત્રિપાઠીના રૂપમાં 11 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો. જોકે, આ પછી, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે રચિન રવિન્દ્ર સાથે મળીને ઈનિંગ્સની કમાન સંભાળી. બંને વચ્ચે 50થી વધુ રનની ભાગીદારી થઈ. ગાયકવાડ 53 રન બનાવીને 8મી ઓવરના છેલ્લા બોલ પર તે 9 રનના સ્કોર પર આઉટ થઈ ગયો. બીજી તરફ, સતત વિકેટો પડી રહી હોવા છતાં, રચિન રવિન્દ્ર ટકી રહ્યાં.

Advertisement

સ્પિનર ​​નૂર અહેમદ (4/18) અને ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહેમદ (3/29) ની ઘાતક ઈનિંગ્સને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે 155 રન જ કરવા દીધા. ચેન્નઈએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ખલીલે ખતરનાક ઓપનર રોહિત શર્માને શૂન્ય રને આઉટ કરીને નિર્ણય સાચો સાબિત કર્યો.

અંતિમ ઓવરોમાં, દીપક ચહરે માત્ર 15 બોલમાં 28 રનની અણનમ ઈનિંગ રમીને મુંબઈને 155 રનના સ્કોર સુધી પહોંચાડ્યું. સૂર્યકુમારે 26 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 29 રન બનાવ્યા, જ્યારે તિલક 25 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 31 રન બનાવ્યા. નીચેના ક્રમમાં, નમન ધીરે 12 બોલમાં 17 રન અને દીપક ચહરે 15 બોલમાં અણનમ 28 રન બનાવીને મુંબઈને લડાયક સ્કોર સુધી પહોંચાડ્યું. દીપકે બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.

Advertisement
Tags :
Advertisement