હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

IPL: ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું

12:33 PM Apr 15, 2025 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું છે. સતત પાંચ હારનો સામનો કર્યા બાદ ચેન્નાઈએ IPL 2025માં પ્રથમ જીત મેળવી છે. લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, લખનઉ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરીને 166 રન બનાવ્યા, જેના જવાબમાં CSKની ટીમે છેલ્લી ઓવર સુધી ચાલેલી આ મેચમાં 5 વિકેટથી પોતાની જીત સુનિશ્ચિત કરી. MS ધોનીએ 11 બોલમાં 26 રનની તોફાની ઇનિંગ રમીને CSKની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.

Advertisement

167 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ચેન્નાઈ સુપર કિંગ્સને સારી શરૂઆત મળી હતી. ડેબ્યુટ કરી રહેલા શેખ રશીદે રચિન રવિન્દ્ર સાથે મળીને પાંચ ઓવરના અંત પહેલા CSKનો સ્કોર 50થી વધુનો સ્કોર કરી દીધો. રાશિદ પોતાની ડેબ્યૂ મેચમાં 19 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. રચિન રવિન્દ્ર પણ પોતાની સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં ફેરવી શક્યો નહીં અને પાર્ટ-ટાઇમ બોલર એડન માર્કરામના બોલ પર 37 રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી દીધી.

રાહુલ ત્રિપાઠીનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું, કારણ કે તે ફક્ત 9 રન બનાવીને આઉટ થયો. તેના થોડા સમય પછી, રવિન્દ્ર જાડેજા પણ 7 રન બનાવીને આઉટ થયો. એક સમયે ચેન્નાઈએ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 52 રન બનાવ્યા હતા, પરંતુ આગામી 44 રનમાં, CSK ટીમે 4 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી. વિજય શંકર પણ સતત નિષ્ફળ રહ્યો, તેના આઉટ થયા પછી ચેન્નાઈએ 111 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે ચેન્નાઈને જીત માટે 30 બોલમાં 56 રનની જરૂર હતી.

Advertisement

છેલ્લી 5 ઓવરમાં, MS ધોની અને શિવમ દુબેએ નિયંત્રિત રીતે બેટિંગ કરી અને LSG બોલરો પર દબાણ બનાવ્યું. ધોની અને દુબે વચ્ચે 57 રનની અણનમ ભાગીદારી થઈ, જેના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સને સતત પાંચ હાર બાદ જીત મળી. IPL 2025માં 7 મેચોમાં CSKની આ એકમાત્ર બીજી જીત છે. ધોનીએ 11 બોલમાં 26 રન બનાવ્યા, જ્યારે શિવમ દુબેએ 37 બોલમાં 43 રનની અણનમ ઇનિંગ રમી.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiCSKGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharIPL 2025Latest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharLSGMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral newswin
Advertisement
Next Article