આઈપીએલ 2025: કેવિન પીટરસનને દિલ્હી કેપિટલ્સ ટીમમાં મહત્વની જવાબદારી નીભાવશે
નવી દિલ્હીઃ IPL 2025 શરૂ થવામાં હવે બહુ સમય બાકી નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટુર્નામેન્ટની 18મી સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે એક મોટી જાહેરાત કરી છે. ગુરુવારે, ફ્રેન્ચાઇઝીએ જાહેરાત કરી કે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસન આગામી ટુર્નામેન્ટ પહેલા ટીમમાં જોડાશે. તે IPL 2025 માં મેન્ટર તરીકે ટીમનો ભાગ રહેશે.
આઈપીએલ 22 માર્ચથી શરૂ થશે. દિલ્હી કેપિટલ્સ 24 માર્ચથી લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલા દિલ્હી કેપિટલ્સના કોચિંગ યુનિટમાં એક નવું નામ ઉમેરવામાં આવ્યું છે. આગામી આવૃત્તિમાં, પીટરસન ટીમના મુખ્ય કોચ હેમાંગ બદાણી, સહાયક કોચ મેથ્યુ મોટ, બોલિંગ કોચ મુનાફ પટેલ અને ક્રિકેટ ડિરેક્ટર વેણુગોપાલ રાવ સાથે કામ કરતો જોવા મળશે.
44 વર્ષીય બેટ્સમેન આઈપીએલમાં પાછા ફરવા માટે તૈયાર છે. તે પહેલા પણ દિલ્હી કેપિટલ્સ માટે ક્રિકેટ રમી ચૂક્યો છે, પરંતુ આ વખતે તે ટીમ સાથે મેન્ટર તરીકે જોડાયેલો છે. તેમણે આ ટુર્નામેન્ટમાં પાંચ ટીમો માટે ક્રિકેટ રમ્યું. તે દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ડેક્કન ચાર્જર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટનો ભાગ હતો.