આઈપીએલ 2025: દિલ્હી કેપિટલ્સ ટીમની કમાન આ ખેલાડીને સોંપાય તેવી શકયતા
દિલ્હી કેપિટલ્સે IPL 2025 મેગા ઓક્શનમાં KL રાહુલને ખરીદ્યો છે. ટીમે રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ, રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સમાં હતો અને ટીમનો કેપ્ટન પણ હતો. પરંતુ દિલ્હીમાં કેપ્ટનશીપ મેળવવી મુશ્કેલ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષર પટેલને દિલ્હીની કેપ્ટનશીપ મળી શકે છે. અક્ષર લાંબા સમયથી ટીમ સાથે છે અને ઘણી વખત ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી ચૂક્યો છે.
દિલ્હી IPL 2025 માટે અક્ષરને પગાર તરીકે 16.50 કરોડ રૂપિયા આપશે. અક્ષર ટીમનો સૌથી મોંઘો ખેલાડી પણ છે. દિલ્હી કેપિટલ્સે લખનૌથી કેએલ રાહુલને ખરીદ્યો હતો. જ્યારે લખનૌએ દિલ્હીથી ઋષભ પંતને ખરીદ્યો હતો. ઋષભ દિલ્હીનો કેપ્ટન પણ હતો. અક્ષરે અત્યાર સુધીમાં IPLમાં કુલ 150 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 1653 રન બનાવ્યા છે. અક્ષરે બોલિંગમાં પણ અદ્ભુત પ્રદર્શન કર્યું છે. તેણે કુલ 123 વિકેટ લીધી છે. અક્ષરે ગયા IPL સીઝનમાં 14 મેચોમાં 11 વિકેટ લીધી હતી.
આઈપીએલ 2025ની હાલ તડમાર તૈયારીઓ ચાલી રહી છે. આઈપીએલની 10 ટીમો પૈકી છ ટીમોએ પોતાના કેપ્ટનના નામ જાહેર કર્યાં છે. જ્યારે ચાર ટીમ દ્વારા હજુ કેપ્ટનની પસંદગી કરવામાં આવી નથી. આગામી દિવસોમાં ચારેય ટીમો પોતાની ટીમના કેપ્ટનના નામ જાહેર કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.