For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આઈપીએલઃ રાજસ્થાનના 14 વર્ષના સૂર્યવંશીએ તોડ્યાં અનેક રેકોર્ડ, 35 બોલમાં સદી ફટકારી

10:45 AM Apr 29, 2025 IST | revoi editor
આઈપીએલઃ રાજસ્થાનના 14 વર્ષના સૂર્યવંશીએ તોડ્યાં અનેક રેકોર્ડ  35 બોલમાં સદી ફટકારી
Advertisement

જયપુરઃ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સોમવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો તોફાની પ્રદર્શન કર્યું હતું. વૈભવ સૂર્યવંશીએ માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તેની ઇનિંગ્સના આધારે રાજસ્થાને ગુજરાતના કુલ 210 રનનો પીછો ફક્ત 16 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને કરી દીધો હતો. વૈભવ IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે.

Advertisement

વૈભવ સૂર્યવંશીની આગળ ફક્ત વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ છે, જેમણે 2013માં પુણે વોરિયર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વતી રમતા માત્ર 30 બોલમાં સદી ફટકારી હતી. આ યાદીમાં ત્રીજા સ્થાને યુસુફ પઠાણ છે, જેમણે 2010માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે રાજસ્થાન રોયલ્સ માટે 37 બોલમાં સદી ફટકારી હતી. જ્યારે ડેવિડ મિલરે 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) માટે 38 બોલમાં સદી ફટકારી હતી.

સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન

Advertisement

વૈભવ સૂર્યવંશીએ આ સદી માત્ર 14 વર્ષ અને 32 દિવસની ઉંમરે ફટકારી હતી. જેનો અર્થ એ થયો કે, સૌથી નાની ઉંમરે T20 સદી ફટકારવાનો રેકોર્ડ હવે વૈભવના નામે છે. અગાઉ આ રેકોર્ડ વિજય ઝોલના નામે હતો, જેમણે 2013માં 18 વર્ષ અને 118 દિવસની ઉંમરે મહારાષ્ટ્ર માટે મુંબઈ સામે સદી ફટકારી હતી. તે જ સમયે, બાંગ્લાદેશના પરવેઝ હુસૈન ઇમાને 2020માં 18 વર્ષ અને 179 દિવસની ઉંમરે સદી ફટકારી હતી, જ્યારે ફ્રાન્સના ગુસ્તાવે માકૌને 2022માં 18 વર્ષ અને 280 દિવસની ઉંમરે સ્વિટ્ઝર્લેન્ડ સામે સદી ફટકારી હતી.

માત્ર 17 બોલમાં ફિફ્ટી ફટકારી

તે જ સમયે, વૈભવે અડધી સદી ફટકારવા માટે પણ ફક્ત 17 બોલનો સામનો કરેલો છે. જેમાં વૈભવે 3 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવે 17 બોલમાં અડધી સદી ફટકારી હતી જે IPLની આ સિઝનમાં સૌથી ઝડપી અડધી સદી હતી. તે જ સમયે, આ IPLના ઇતિહાસમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા ફટકારવામાં આવેલી બીજી સૌથી ઝડપી અડધી સદી હતી. આ ઉપરાંત, IPLમાં સૌથી નાની ઉંમરે ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પણ હવે વૈભવના નામે નોંધાયેલો છે. વૈભવે 14 વર્ષ અને 32 દિવસની ઉંમરે IPLમાં અડધી સદી ફટકારી છે. અગાઉ આ રેકોર્ડ રિયાન પરાગના નામે હતો, જેણે 17 વર્ષ અને 175 દિવસની ઉંમરે ફિફ્ટી ફટકારી હતી.

Advertisement
Tags :
Advertisement