IOS SAGAR એ તાન્ઝાનિયાના દાર-એ-સલામ ખાતે પ્રથમ બંદરની મુલાકાત લીધી
ભારતીય મહાસાગર જહાજ (IOS) SAGAR જહાજ તરીકે નિયુક્ત INS સુનયનાએ 12 એપ્રિલ 25ના રોજ તાંઝાનિયાના દાર-એ-સલામ બંદરમાં પ્રવેશ્યું. આ જહાજ 5 એપ્રિલના રોજ ગોવાના કારવારથી રવાના થયું હતું, જેમાં હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR) ના નવ ફ્રેન્ડલી ફોરેન નેશન્સ (FFN) ના 44 નૌકાદળના કર્મચારીઓ સામેલ હતા, જે જહાજના ક્રૂના ભાગ રૂપે સવાર હતા. FFNમાં કોમોરોસ, કેન્યા, મડાગાસ્કર, માલદીવ્સ, મોરેશિયસ, મોઝામ્બિક, સેશેલ્સ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
IOS SAGARનું તાંઝાનિયા નૌકાદળના પ્રમુખ આરએડીએમ એઆર હસન, ACNS (FCI) રીઅર એડમિરલ નિર્ભય બાપના અને તાંઝાનિયાના સંરક્ષણ એટેચી કોમોડોર અગ્યપાલ સિંહની સાથે ભારતીય ઉચ્ચાયો અને તાંઝાનિયા પીપલ્સ ડિફેન્સ ફોર્સના ગણમાન્ય લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પોર્ટ કોલ દરમિયાન, જહાજ AIKEYME અભ્યાસના બંદર તબક્કામાં પણ ભાગ લેશે, જે એક મહત્વપૂર્ણ નૌકાદળ કવાયત છે જેનું ઉદ્ઘાટન માનનીય સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી સંજય સેઠ દ્વારા 13 એપ્રિલ 25ના રોજ કરવામાં આવશે. આ કવાયત ઓપરેશનલ કોઓર્ડિનેશન વધારવા, સંયુક્ત વ્યૂહરચનાઓને શુદ્ધ કરવા અને દરિયાઈ કામગીરીમાં આંતર-કાર્યક્ષમતા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતીય નૌકાદળના બે જહાજો, INS ચેન્નાઈ (ડિસ્ટ્રોયર) અને INS કેસરી [લેન્ડિંગ શિપ ટેન્ક (મોટી)] પણ INS સુનયના સાથે આ કવાયતમાં ભાગ લેશે.
INS સુનયના પર FFNના કર્મચારીઓની ભાગીદારી વૈશ્વિક દરિયાઈ સહયોગને પ્રોત્સાહન આપવા માટે આ પહેલના મહત્વ પર વધુ ભાર મૂકે છે. આવી કવાયતો અને જોડાણો દ્વારા ભારતીય નૌકાદળ સામૂહિક દરિયાઈ સુરક્ષાને આગળ વધારવા, સદ્ભાવનાને પ્રોત્સાહન આપવા અને પ્રદેશમાં શિપિંગ લેનની મુક્ત અને સલામત હિલચાલ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ રહે છે.
IOS SAGAR મિશન ચાલુ રાખવા માટે જહાજ 15 એપ્રિલ 25ના રોજ દાર-એ-સલામથી આગામી પોર્ટ ઓફ કોલ, નકાલા, મોઝામ્બિક માટે રવાના થશે.