પહેલગામ હુમલામાં વધુ એક સ્થાનિક આંતકવાદી ફારુખ અહેમદની સંડોવણી ખુલી, NIAની તપાસનો ધમધમાટ તેજ બની
- આતંકતવાદી ફારુખ હાલ પીઓકેમાં હોવાનું ખુલ્યું
- સુરક્ષાદળોએ આતંકવાદીનું ઘર જમીનદોસ્ત કર્યું
- અન્ય સ્થાનિક આતંકવાદીઓને ઝડપી લેવા ચક્રોતેજ કરાયાં
નવી દિલ્હીઃ પહેલગામ હુમલામાં એનઆઈએ ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. દરમિયાન આ પ્રકરણમાં ફારુખ અહેમદ નામના વધુ એક આતંકવાદી સંડોવણી ખુલી છે. આ આતંકવાદી હાલ પીઓકેમાં છુપાયેલો હોવાનું ખુલ્યું છે. એટલું જ નહીં આતંકવાદી કાશ્મીરના યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમની આતંકવાદી સંગઠનમાં ભરતી કરાવતો હોવાનું ખુલ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. તેમજ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે પીએમ મોદીએ સુરક્ષા દળોને ખુલ્લો દોર આપ્યો છે. બીજી તરફ પાકિસ્તાન સામે ક્યાં પ્રકારની કાર્યવાહી કરવી તેને લઈને હાઈલેવલની બેઠકો ચાલી રહી છે. બીજી તરફ એનઆઈએની ટીમે જમ્મુ-કાશ્મીરમાં ધામા નાખીને આતંકવાદીઓને ઝડપી લેવા માટે તપાસ કરી રહી છે. બીજી તરફ આ પ્રકરણમાં સંડોવાયેલા સ્થાનિક આતંકવાદીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. સુરક્ષાદળો દ્વારા 10 જેટલા સ્થાનિક આતંકવાદીઓના નિવાસસ્થાન તોડી પાડવામાં આવ્યાં છે.
દરમિયાન એનઆઈએની તપાસમાં વધુ એક આતંકવાદી ફારુખ અહેમદની સંડોવણી સામે આવી છે. પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પોને ગુપ્તચર એજન્સી આઈએસઆઈ મદદ કરતી હોવાનું સામે આવ્યું છે. આઈએસઆઈના ઈશારે જ ફારુખ કાશ્મીરમાં યુવાનોને ઉશ્કેરીને આતંકવાદી સંગઠનોમાં સામેલ કરતો હોવાનું ખુલ્યું છે. હાલ આતંકવાદી અહેમદ પાકિસ્તાનમાં છુપાયેલો હોવાનું જાણવા મળે છે. એનઆઈની ટીમ દ્વારા આ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓ સામે પુરાવા એકત્ર કરી રહી છે. તેમજ હુમલા સમયે હાજર સ્થાનિકોની આગવીઢબે પૂછપરછ કરી રહી છે.