CM રેખા ગુપ્તા ઉપર હુમલાની તપાસ ગુજરાત સુધી લંબાઈ, દિલ્હી પોલીસે આરોપીના મિત્રની કરી ધરપકડ
02:16 PM Aug 22, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાના કેસની તપાસ દિલ્હી પોલીસે ગુજરાત સુધી લંબાવી છે અને મુખ્ય આરોપી રાજેશ ખીમજીભાઈના મિત્રની રાજકોટથી કરી હોવાનું જાણવા મળે છે. પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિને વધુ પૂછપરછ માટે દિલ્હી લાવવામાં આવી રહ્યો છે.
Advertisement
સુત્રોના જણાવ્યા અનુસાર, "તેની અટકાયત કરવામાં આવી છે. તે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજેશનો મિત્ર છે. તેણે રાજેશના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા." દિલ્હી પોલીસે આરોપી રાજેશભાઈની પાંચ દિવસની કસ્ટડી મેળવી છે, જેની વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. પોલીસ તેના નિવેદનોની ચકાસણી કરી રહી છે અને મોટા ષડયંત્રની શક્યતાની તપાસ કરી રહી છે.
Advertisement
Advertisement