હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

કર્ણાટક કોંગ્રેસમાં આંતરીક વિવાદ, 3 નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી

04:26 PM Jun 29, 2024 IST | revoi editor
Advertisement

બેંગ્લોરઃ કર્ણાટક સરકાર અને કોંગ્રેસ પાર્ટીમાં આંતરીક વિવાદ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની માંગણી સાથે વધુ ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી રહી છે. હાલમાં રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે, જ્યારે ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી પદ પર કામ કરી રહ્યા છે. બે-બે મંત્રીઓ હોવા છતાં વધુ ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠવા લાગી છે. ડેપ્યુટી સીએમની માંગણીઓ વચ્ચે, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓને આ મુદ્દા પર જાહેર નિવેદનો ન આપવા સૂચના આપી છે. તેમજ શિસ્તભંગની કાર્યવાહીની ચેતવણી આપી હતી.

Advertisement

શિવકુમારે તેમના પક્ષના કાર્યકરો અને નેતાઓને મોં બંધ રાખવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, પાર્ટીના હિતમાં આ મામલે કંઈપણ કહેવાનું ટાળો. રાજકીય મામલામાં હસ્તક્ષેપ ન કરવા સંતોને અનુરોધ પણ કર્યો હતો. રાજ્ય કેબિનેટમાં વીરશૈવ-લિંગાયત, SC/ST અને લઘુમતી સમુદાયોના વધુ ત્રણ નાયબ મુખ્ય પ્રધાનોની નિમણૂક કરવાની માગણી વેગ પકડી રહી છે. હાલમાં વોક્કાલિગા સમુદાયના શિવકુમાર કોંગ્રેસ સરકારમાં નાયબ મુખ્યમંત્રી છે. વિશ્વ વોક્કાલિગા મહામંચ મઠના વોક્કાલિગા સંત કુમાર ચંદ્રશેખરનાથ સ્વામીજીએ ગુરુવારે જાહેરમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને રાજીનામું આપવા અને નાયબ શિવકુમાર માટે રસ્તો ખોલવા વિનંતી કરી હતી. આ પછી વીરશૈવ-લિંગાયત સંત શ્રીશૈલ જગદગુરુ ચન્ના સિદ્ધારામ પંડિતરાધ્યા સ્વામીજીએ કહ્યું કે નેતૃત્વ પરિવર્તનની સ્થિતિમાં તેમના સમુદાયના મંત્રીઓના નામ પર મુખ્યમંત્રી પદ માટે વિચાર કરવો જોઈએ. તેમજ વધારાના ડેપ્યુટી સીએમ પદોને પ્રાધાન્ય આપવાની હિમાયત પણ કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Deputy Chief Ministerinternal disputeKarnataka Congress
Advertisement
Next Article