ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની T20 સીરિઝ માટે ભારતની ટીમ જાહેર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI સીરિઝ પછી T20 સીરિઝ રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20I સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતની T20 ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા જશે. શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાની T20 ટીમમાં પસંદ કરવામાં આવ્યા નથી.
ટી20 સીરિઝ માટે ટીમની જાહેરાત
સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન(વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા T20 સીરિઝ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝ પછી પાંચ મેચની T20 સીરિઝ રમાશે. ઓસ્ટ્રેલિયા માટે ODI સીરિઝ 19 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યારબાદ 29 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી T20 સીરિઝ રમાશે.
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - પહેલી ટી20 - 29 ઓક્ટોબર, કેનબેરા
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - બીજી ટી20 - 31 ઓક્ટોબર, મેલબોર્ન
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - ત્રીજી ટી20 - 2 નવેમ્બર, હોબાર્ટ
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - ચોથી ટી20 - 6 નવેમ્બર, ગોલ્ડ કોસ્ટ
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - પાંચમી ટી20 - 8 નવેમ્બર, બ્રિસ્બેન