For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ માટે ભારતની પસંદગી

11:26 AM Oct 15, 2025 IST | revoi editor
સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ માટે ભારતની પસંદગી
Advertisement

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની માનવાધિકાર પરિષદ (Human Rights Council - HRC) માટે ભારતની પસંદગી કરવામાં આવી છે. આ સાથે, ભારતે સતત સાતમી વખત આ પ્રતિષ્ઠિત પરિષદમાં સ્થાન મેળવ્યું છે, જે વૈશ્વિક મંચ પર માનવ અધિકારના ક્ષેત્રમાં તેની વધતી ભૂમિકા અને વિશ્વસનીયતાને દર્શાવે છે.

Advertisement

ભારતનો આગામી કાર્યકાળ આવતા વર્ષથી શરૂ થશે અને તે ત્રણ વર્ષ, એટલે કે 2026 થી 2028 સુધીનો રહેશે. જનરલ એસેમ્બલી દ્વારા ભારતની ચૂંટણીની જાહેરાત થયા બાદ, ભારતના પ્રતિનિધિ પી. હરીશે આ પરિણામને માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યે ભારતની "અતૂટ પ્રતિબદ્ધતા"નું પ્રતિબિંબ ગણાવ્યું હતું.

તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારત તેના કાર્યકાળ દરમિયાન આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે આતુર છે અને તે માટે કાર્ય કરશે. પી. હરીશે ભારતના સમર્થન બદલ તમામ સભ્ય દેશોના પ્રતિનિધિમંડળોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Advertisement

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પરિષદમાં ભારતની આ સતત સફળતા, માનવ અધિકારના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને જાળવી રાખવા અને પ્રોત્સાહન આપવાના તેના પ્રયાસોને વૈશ્વિક સ્તરે માન્યતા મળી હોવાનું સૂચવે છે.

Advertisement
Tags :
Advertisement