હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ભારતની 'લુક ઇસ્ટ' નીતિ 'એક્ટ ઇસ્ટ'માં પરિવર્તિત થઈ ગઈ છે: ઉપરાષ્ટ્રપતિ

01:57 PM Feb 27, 2025 IST | revoi editor
Advertisement

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે જણાવ્યું હતું કે, "દાયકાઓ અગાઉ ભારત સરકારે 'લુક ઇસ્ટ'ની નીતિ રજૂ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને 'એક્ટ ઇસ્ટ'માં પરિવર્તિત કરી દીધું કારણ કે માત્ર જોવું પૂરતું નથી; ક્રિયા આવશ્યક છે. અને જ્યારે પગલાં લેવામાં આવે છે, ત્યારે આપણે નોંધપાત્ર ફેરફારો જોઈએ છીએ. હવાઈ મુસાફરી હોય, એરપોર્ટ હોય, રેલવે કનેક્ટિવિટી હોય, રોડ કનેક્ટિવિટી હોય કે પછી 4જી નેટવર્કની ઉપલબ્ધતા હોય – આ તમામ અરુણાચલ પ્રદેશની પ્રગતિના સૂચક છે."

Advertisement

અરુણાચલ પ્રદેશના કામલે જિલ્લામાં કંપોરિજો સર્કલ ખાતે સૌપ્રથમ સંયુક્ત મેગા ન્યોકુમ યુલ્લોની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી ધનખરે જણાવ્યું હતું કે, "અરુણાચલ પ્રદેશમાં 50,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. એક મેગાવોટના ઉત્પાદન માટે ₹10 કરોડના રોકાણની જરૂર પડે છે, જેનો અર્થ એ થયો કે અરુણાચલ પ્રદેશમાં ₹5 લાખ કરોડના રોકાણની સંભાવના છે. કિરેનજીપાસે ચોક્કસ પણે કોઈ જાદુ છે. તેમણે આ અંગે પ્રધાનમંત્રીને સમજાવવામાં સફળતા મેળવી હતી અને બધાને આ તકનો લાભ લેવા, સહકાર આપવા અને આપણી સંસ્કૃતિનું જતન કરવા વિનંતી કરી હતી. આવી સ્થિતિમાં, હું અહીં આવીને ખરેખર આનંદની લાગણી અનુભવું છું. "

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રગતિ એ હકીકતને પ્રતિપાદિત કરે છે કે ભારત એક અજોડ રાષ્ટ્ર છે અને આપણે રાષ્ટ્રવાદથી તરબોળ રહેવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "કોઈ પણ સંજોગોમાં આપણે રાષ્ટ્રીય હિત, રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા અથવા તેની સેવા કરવાના આપણા સંકલ્પ સાથે સમાધાન કરી શકીએ નહીં."

Advertisement

ઉપરાષ્ટ્રપતિએ ભારતની સાંસ્કૃતિક એકતા પર પ્રકાશ પાડતા કહ્યું કે, "ભારત જેવો બીજો કોઈ દેશ નથી. આજે જ્યારે તમે ન્યોકુમ યુલ્લોની ઉજવણી કરી રહ્યા છો ત્યારે દેશભરમાં હોળી, બૈશાખી, લોહરી, બિહુ, પોંગલ અને નવન્ના જેવા તહેવારો પણ ઉજવવામાં આવશે. આપણે ભારતમાં ગમે ત્યાં હોઈએ, આપણા વિચારો અને પરંપરાઓ એકજૂટ રહે છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આજે ભારત એક મજબૂત રાષ્ટ્ર છે. કોઈ પણ આપણા પર ખરાબ નજર નાખી શકે નહીં. આપણા પ્રધાનમંત્રી વિશ્વના સૌથી અગ્રણી નેતાઓમાં સ્થાન ધરાવે છે અને તમે બધા ભાગ્યશાળી છો કે તમે જેના પર વિશ્વાસ મૂક્યો હતો તેણે પણ પ્રધાનમંત્રીનો વિશ્વાસ મેળવ્યો છે. 140 કરોડની વસતિ ધરાવતા આ દેશમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં માત્ર બે ડઝનથી વધુ મંત્રીઓનો સમાવેશ થાય છે. કિરેનજીનો વારંવાર સમાવેશ અરૂણાચલ પ્રદેશમાં, તમામ સંજોગોમાં સતત થઈ રહેલી પ્રગતિનો પુરાવો છે."

તેમણે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુના યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, "કિરણ રિજિજુજી કેન્દ્રમાં વરિષ્ઠ અને શક્તિશાળી મંત્રી છે. તેઓ ચાર વખત લોકસભામાં ચૂંટાયા છે. અને એટલા માટે જ હું કહું છું, કિરેનજી, તમે ફ્રન્ટિયર હાઇવેની કલ્પના કરી હતી. તમારું સપનું સાકાર થશે. હું જાણું છું કે અરુણાચલ પ્રદેશ માટે તમારી પાસે કેવા પ્રકારનું વિઝન છે અને તમે જે નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે."

ઉપરાષ્ટ્રપતિએ અરુણાચલ પ્રદેશની તેમની અગાઉની મુલાકાતને યાદ કરી હતી અને કહ્યું હતું કે, "જ્યારે મેં સૌપ્રથમ વખત અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી, ત્યારે આ મુલાકાત રાજ્યનાં સ્થાપના સમારંભ દરમિયાન થઈ હતી. હું તમારા કબીલાઓ અને ભારતનું ગૌરવ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો હતો."

Advertisement
Tags :
Aajna Samacharact eastBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharindiaLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharLook East PolicyMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samachartransformedvice presidentviral news
Advertisement
Next Article