વિશ્વના ટોપ 100 ફૂડ્સમાં ભારતના ચારનો સમાવેશ, પંજાબનું ભોજન દેશમાં બેસ્ટ
આ ભારતીય ડિશ સમગ્ર વિશ્વમાં ખવાય છે, જે શેકેલા માંસ, મસાલા, ક્રીમ, ટામેટાં અને માખણમાંથી બનાવેલ છે અને તેને વિશ્વના 100 શ્રેષ્ઠ ખોરાકની યાદીમાં 29મું સ્થાન મળ્યું છે.
બાસમતી ચોખા, મટન અથવા ચિકન, લીંબુ, દહીં, ડુંગળી અને કેસરથી બનેલી હૈદરાબાદી બિરયાની યાદીમાં 31મા નંબરે છે. ચિકન 65માં નંબર પર છે અને મિન્સમીટ 100માં નંબર પર છે.
કોલંબિયન વાનગી લેકોના વિશ્વમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તે ડુંગળી, વટાણા, ચોખા અને મસાલાઓથી ભરેલું શેકેલું ડુક્કરનું માંસ છે. ઈટાલીના પિઝા નેપોલેટાનાને બીજું અને બ્રાઝિલના પિકાન્હા (બીફ)ને ત્રીજું સ્થાન મળ્યું છે.
આ લિસ્ટમાં પંજાબના ફ્લેવરને ટોપ 10માં સામેલ કરવામાં આવ્યા છે. 100ની યાદીમાં પંજાબ 7મા સ્થાને છે. ટેસ્ટ એટલાસ અનુસાર, પંજાબના અમૃતસરી કુલચા, ટિક્કા, શાહી પનીર, તંદૂરી મુર્ગ અને સાગ પનીરનો સ્વાદ અત્યંત સ્વાદિષ્ટ હોય છે. દરેક વ્યક્તિએ તેનો સ્વાદ લેવો જોઈએ.
આ યાદીમાં મહારાષ્ટ્રને 41મું સ્થાન આપવામાં આવ્યું છે. જ્યાં મિસાલ પાવ, આમરસ, શ્રીખંડ અને પાવ ભાજી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. બંગાળ 54માં નંબરે છે, જ્યાં ચિંગરી મલાઈ કરી, શોરશે ઈલિશ, રાસ મલાઈ અને કાથી રોલ જેવા ખોરાકને ઉત્સાહથી ખાવામાં આવે છે. દક્ષિણ ભારત 59માં નંબર પર છે.
બંગાળ 54માં નંબરે છે, જ્યાં ચિંગરી મલાઈ કરી, શોરશે ઈલિશ, રાસ મલાઈ અને કાથી રોલ જેવા ખોરાકને ઉત્સાહથી ખાવામાં આવે છે. દક્ષિણ ભારત 59માં નંબર પર છે.