બ્રિટિશ જુનિયર ઓપનમાં અંડર-17 ગર્લ્સ સિંગલ્સનો ખિતાબ ભારતની અનાહત સિંહે જીત્યો
11:17 AM Jan 07, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ સ્ક્વોશમાં ભારતની અનાહત સિંહે ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં બ્રિટિશ જુનિયર ઓપનમાં અંડર-17 ગર્લ્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. 16 વર્ષની ટોચની ક્રમાંકિત ભારતીય ખેલાડીએ ઈજિપ્તની મલાઈકા અલ કરાક્સીને 3-2થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે અનાહતે તેનું ત્રીજું બ્રિટિશ જુનિયર ઓપન ટાઈટલ જીત્યું છે. આ પહેલા તેઓ વર્ષ 2019માં અંડર-11 કેટેગરીમાં અને વર્ષ 2023માં અંડર-15 કેટેગરીમાં જીત્યા હતા.
Advertisement
સ્પર્ધામાં અગાઉ, અનાહતે ક્વાર્ટર ફાઇનલમાં ઇજિપ્તની અન્ય ખેલાડી, નાદિયા ટેમર સામે 3-0થી પ્રભાવશાળી જીત મેળવ્યા બાદ સેમિફાઇનલમાં ઇજિપ્તની રૂકૈયા સાલેમને 3-1થી હરાવ્યો હતો.
Advertisement
Advertisement