હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ભારતીય મહિલાની શાંઘાઈ વિમાન મથકે ચીની ઈમિગ્રેશન અધિકારીઓએ હેરાનગતિ કરી, જાણો પૂરો મામલો

01:02 PM Nov 24, 2025 IST | revoi editor
Advertisement

નવી દિલ્હી, 24 નવેમ્બર, 2025 Indian woman harassed by Chinese immigration officials at Shanghai airport ભારતીય મૂળની અને યુકેમાં રહેતી એક મહિલાની ચીનના શાંઘાઈ વિમાનમથકે ભારે હેરાનગતિ કરવામાં આવી છે. મહિલાનો આક્ષેપ છે કે, તેને શાંઘાઈ એરપોર્ટ ઉપર તેનો ટ્રાન્ઝિટ વિઝા માટે ભારતીય પાસપોર્ટ માન્ય રાખવાનો ઈનકાર કરવામાં આવ્યો અને કલાકો સુધી અટકાયત કરી રાખવામાં આવી. પોતાની સાથે થયેલા વ્યવહાર બદલ મહિલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ વિદેશ મંત્રાલયને જાણ કરી હોવાનું કહેવાય છે.

Advertisement

આવું થવાનું કારણ એ છે કે, મહિલા મૂળ અરુણાચલ પ્રદેશની છે અને યુકેમાં રહે છે. ચીન અરુણાચલને ભારતનો ભાગ માનવા તૈયાર નથી અને તેથી આ મહિલા સાથે ચીની અધિકારીઓએ આવું વર્તન કર્યું હોવાનો આક્ષેપ છે.

પ્રેમા વાંગજોમ થોંગડોક નામની આ મહિલા 21 નવેમ્બરે લંડનથી જાપાન જઈ રહી હતી, જે દરમિયાન શાંઘાઈ એરપોર્ટ ઉપર ત્રણ કલાકનો લેઓવર હતો.

Advertisement

મહિલાનો આક્ષેપ છે કે, ઈમિગ્રેશન કાઉન્ટર પરના અધિકારીઓએ તેના પાસપોર્ટને અમાન્ય ઠેરવ્યો કેમ કે તેમાં તેના જન્મસ્થળ તરીકે અરુણાચલ પ્રદેશ લખવામાં આવ્યું હતું. મહિલાનું કહેવું છે કે ઈમિગ્રેશન અધિકારીઓએ તેને કહ્યું કે, અરુણાચલ પ્રદેશ તો ચીનનો ભાગ છે.

ઈમિગ્રેશન પછી મેં મારો પાસપોર્ટ જમા કરાવ્યો હતો અને સિક્યોરિટી એરિયામાં રાહ જોઈ રહી હતી. એ સમયે એક અધિકારી મારી પાસે આવ્યો અને જોર જોરથી મારા નામની સાથે ઈન્ડિયા, ઈન્ડિયા બોલવા લાગ્યો. મેં ઊભા થઈ ઓળખ આપી ત્યારે તે મને ઈમિગ્રેશન ડેસ્ક ઉપર લઈ ગયો અને બોલ્યો, અરુણાચલ, માન્ય પાસપોર્ટ નથી.

મહિલાએ કારણ પૂછ્યું તો અધિકારીએ કહ્યું કે, અરુણાચલ ચીનનો ભાગ છે. તમારો પાસપોર્ટ માન્ય નથી.

પ્રેમાએ જણાવ્યું કે, ચીની ઈમિગ્રેશન અધિકારીના આવા જવાબથી હું મુઝવણમાં મૂકાઈ ગઈ. તેને યાદ આવ્યું કે, ગયા વર્ષે જ પોતે શાંઘાઈથી પસાર થઈ હતી. જોકે એ પહેલાં તેણે લંડનમાં ચીની દૂતાવાસમાંથી પૂછપરછ કરીને જાણકારી મેળવી હતી કે શાંઘાઈથી પસાર થવામાં ભારતીયોને કોઈ મુશ્કેલી નહીં પડે.

મહિલાનો આક્ષેપ છે કે, ઈમિગ્રેશન કાઉન્ટર ઉપર કેટલાક અધિકારીઓ ઉપરાંત ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સના કર્મચારીઓએ તેની મજાક ઉડાવી હતી, તેની સામે હસતા હતા અને કહેતા હતા કે મારે ચીની પાસપોર્ટ માટે અરજી કરવી જોઈએ. મારે માત્ર ત્રણ કલાકમાં ત્યાંથી નીકળી જવાનું હતું પરંતુ મને 18 કલાક સુધી એરપોર્ટ પર અટકાયત જેવી સ્થિતિમાં રાખવામાં આવી. આ દરમિયાન તેને યોગ્ય ભોજન તેમજ એરપોર્ટની અન્ય સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવી તેમ પ્રેમાએ જણાવ્યું હતું.

આટલું ઓછું હોય તેમ, અરુણાચલ પ્રદેશની આ ભારતીય મહિલાનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો અને તેને જાપાન જવા માટેની ફ્લાઈટમાં બેસતા પણ અટકાવવામાં આવી.

છેવટે મહિલા યુકેસ્થિત તેમના એક મિત્રની મદદથી શાંઘાઈમાં ભારતીય દૂતાવાસ પહોંચ્યા હતા અને ભારતીય દૂતાવાસના અધિકારીઓની મદદથી તેઓ ચીનમાંથી નીકળવામાં સફળ થયા હતા.

અહેવાલ મુજબ, ચીનના શાંઘાઈ વિમાનમથકે પોતાની સાથે થયેલા આ વ્યવહાર બદલ પ્રેમાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત વિદેશ મંત્રાલયને જાણ કરી છે.

Advertisement
Tags :
arunachal pradeshLondon to Japanordeal inside the airportPrema Wangjom ThongdokShanghai Pudong AirportUK resident from Arunachal Pradesh
Advertisement
Next Article