ભારતીય શેરબજારમાં તેજી, BSE 557.45 પોઈન્ટ વધારા સાથે બંધ થયું
05:17 PM Mar 21, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં તેજી શુક્રવારે યથાવત રહી હતી. દરમિયાન બીએસઈ 557.45 પોઈન્ટના વધારા સાથે 76905.51 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો. આવી જ રીતે એનએસઈમાં 159.75 પોઈન્ટનો વધારો થયો હતો. એનએસઈ 23350.40 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું.
Advertisement
ભારતીય શેરબજાર ચાલુ સપ્તાહે પાંચેય સેશન ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. BSE સેન્સેક્સ 325 પોઇન્ટ ઉછળીને 76 હજાર, 600 ઉપર રહ્યો. જ્યારે નિફ્ટી 110 પોઇન્ટની ઉછળીને 23 હજાર, 300 પોઇન્ટ ઉપર કારોબાર કરી રહ્યો છે. FIIની લેવાલીના પગલે ભારતીય બજારમાં તેજી જોવા મળી છે. ચોલામંડલ, એચએએલ, ગેલ, અદાણી ગ્રીન અને NHPCજેવી કંપનીઓના શેરોમાં ઉછળ્યા જોવા મળ્યો હતો. જ્યારે ઇન્ફોસીસ, બજાજ ફિનસર્વ, ઝોમેટો, વિપ્રો, ટાઈટન જેવી કંપનીઓના શેરોમાં ઘટાડો થયો હતો.
Advertisement
Advertisement