આંતર-રાષ્ટ્રીય નિશાનબાજી રમતગમત મહામંડળ- I.S.S.F. વિશ્વકપમાં, ભારતીય જોડીએ સુવર્ણ ચંદ્રક જીત્યો
નવી દિલ્હીઃ આંતર-રાષ્ટ્રીય નિશાનબાજી રમતગમત મહામંડળ- I.S.S.F. વિશ્વકપમાં, ભારતીય જોડીએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. પેરુમાં રમાઈ રહેલા વિશ્વ-કપમાં ઈન્દરસિંહ સુરુચિ અને સૌરભ ચૌધરીની ભારતીય જોડીએ 10 મીટર મિશ્ર એર પિસ્તોલ નિશાનબાજી સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. ભારતીય જોડીએ ફાઈનલમાં ચીનના કિયા-નક્સુન યાઓ અને કાઈ હૂ-ની જોડીને 17—9થી પરાજય આપ્યો હતો.આ પહેલા ઑલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકર અને રવિન્દર સિંઘની જોડીએ કાંસ્ય ચંદ્રકની મૅચમાં ચીનના ક્યૂ-આનકે મા અને યિફાન ઝાંગ-ની જોડીને પરાજય આપ્યો હતો. હવે, આજે મહિલાઓની ફાઈનલ સ્કિટ સ્પર્ધામાં રાયજા ધિલ્લોં મેદાનમાં ઉતરશે. ભારતીય સમય મુજબ, આ મૅચ બપોરે દોઢ વાગ્યાથી શરૂ થશે.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખેલાડીઓને યોગ્ય તાલીમ અને પ્લેટફોર્મ મળી રહે તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ વિવિધ ખેલમહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી ગ્રામીણકક્ષના ખેલાડીઓ પણ ઉભરીને બહાર આવે છે.