For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આસામના ઉમરાંગસોમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ માટે ભારતીય નૌકાદળની ટીમ તૈનાત

04:47 PM Jan 08, 2025 IST | revoi editor
આસામના ઉમરાંગસોમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ માટે ભારતીય નૌકાદળની ટીમ તૈનાત
Advertisement

નવી દિલ્હીઃ આસામના દિમા હસાઓ જિલ્લામાં આવેલા દૂરના ઔદ્યોગિક નગર ઉમરાંગસોમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ માટેની તાકીદની વિનંતીના જવાબમાં ભારતીય નૌકાદળે મદદ કરવા માટે એક વિશિષ્ટ ટીમને તૈનાત કરી છે. ટીમમાં એક અધિકારી અને અગિયાર ખલાસીઓનો સમાવેશ થાય છે, તેમાં ઉચ્ચ પ્રશિક્ષિત ક્લિયરન્સ ડાઇવર્સ પણ સામેલ છે જે ઊંડા પાણીમાં ડાઇવિંગ અને બચાવ કામગીરીમાં કુશળ છે.

Advertisement

ટીમ આ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મિશન માટે સંપૂર્ણ રીતે સજ્જ છે તથા શોધ અને બચાવ માટે ડીપ ડાઇવિંગ ગિયર્સ અને પાણીની અંદર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ (ROVs) જેવા વિશિષ્ટ સાધનો ધરાવે છે. તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે ભારતીય સેના, NDRF અને સ્થાનિક નાગરિક વહીવટીતંત્ર સાથે નજીકના સંકલનમાં પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

ભારતીય નૌકાદળની ટીમ વિશાખાપટ્ટનમથી IAF દ્વારા સંકલિત એરલિફ્ટના માધ્યમથી ઘટનાસ્થળે પહોંચી હતી. સઘન શોધ અને બચાવ અભિયાનની સાથે સરળ અને સમયસર બચાવ કામગીરીને સુવિધાનજક બનાવવા માટે સંકળાયેલી તમામ એજન્સીઓ સાથે નિયમિત માહિતીની આપલે કરવામાં આવી રહી છે. ભારતીય નૌકાદળ સંકટના સમયે તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ રહે છે.  જે જીવનની સુરક્ષા અને કટોકટીમાં રાષ્ટ્રને સમર્થન કરવાના પોતાના સંકલ્પને દર્શાવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement