ભારતીય મીડિયા જગતના દિગ્ગજ ભાસ્કર દાસનું નિધન
નવી દિલ્હીઃ ભારતીય મીડિયા ઉદ્યોગના દિગ્ગજ અને બેનેટ કોલમેન એન્ડ કંપની લિમિટેડ (પીસીસીએલ)માં રિસ્પોન્સના પૂર્વ અધ્યક્ષ ભાસ્કર દાસનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. બીસીસીએલમાં 3 દાયકાથી વધારે સમય કામ કરનાર ભાસ્કર દાસને બીસીસીએલને પોતાના અભિનવ રણનીતિથી નવી ઉંચાઈ ઉપર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભાસ્કર દાસના નિધનને પગલે અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવાર દ્વારા ભાસ્કર દાસના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી છે.
2005માં બીડીના નામથી જાણીતા ભાસ્કર દાસએ મુંબઈ મિરરની કલ્પના અ લોન્ચિંગમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી. 1980માં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે શરૂઆત કરતા, તેઓ BCCLમાં રિસ્પોન્સના ચેરમેન બન્યા, પછી ZEE મીડિયા કોર્પોરેશનમાં ગ્રુપ CEO અને રિપબ્લિક મીડિયા નેટવર્કમાં ગ્રુપ પ્રેસિડેન્ટ તરીકે મુખ્ય ભૂમિકાઓ સંભાળી હતી. ભાસ્કર દાસ એક પ્રતિષ્ઠિત વક્તા અને શિક્ષક પણ હતા, જેમણે ઉદ્યોગ મંચો અને હાર્વર્ડ, વ્હોર્ટન, MIT, IIM, ISB અને MICA જેવી ટોચની બિઝનેસ સ્કૂલોમાં 800 કલાકથી વધુ પ્રવચનો આપ્યા હતા. તેઓ હંમેશા શીખતા માણસ હતા.