ભારતીય ક્રિકેટર કે.એલ.રાહુલ અને આથિયા શેટ્ટીએ દીકરીની પ્રથમ તસવીર શેર કરી
ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ તેમની પુત્રીનો પહેલો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સાથે, આથિયાએ તેની પુત્રીનું નામ પણ પ્રશંસકો સાથે શેર કર્યું છે. 24 માર્ચ, 2025 ના રોજ, આથિયા અને રાહુલે તેમના પહેલા બાળક, પુત્રીનું સ્વાગત કર્યું હતું. આજે, બંનેએ તેમની પુત્રીનું નામકરણ કર્યું છે અને સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર સાથે નામ શેર કર્યું છે. આથિયાએ પોતાની દીકરીનું નામ 'ઇવારા' રાખ્યું છે, જેનો અર્થ ભગવાનની ભેટ થાય છે.
આથિયાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેની પુત્રીની એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં આથિયા અને કેએલ રાહુલ પણ સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં, પપ્પા રાહુલ તેમની પુત્રીને ખોળામાં લેતા જોવા મળે છે અને તેમની બાજુમાં ઉભેલી આથિયા તેમની પુત્રીને પ્રેમથી જોઈ રહી છે. આ ખાસ તસવીર સાથે આથિયાએ કેપ્શનમાં લખ્યું, 'આપણી બેબી ગર્લ, આપણું બધું.' ઇવારા - ભગવાનની ભેટ.
આથિયા અને રાહુલે તેમની પુત્રી ઇવારાની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાની સાથે જ સેલેબ્સે તેમને શુભેચ્છાઓ પાઠવવાનું શરૂ કરી દીધું છે. બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ રેડહાર્ટનું ઇમોજી મુક્યું હતું. અનુષ્કા શર્મા, વાણી કપૂર અને સોફી ચૌધરીએ પણ રેડહાર્ટના ઇમોજી મૂક્યા છે. કૃષ્ણા શ્રોફે લખ્યું, 'ખૂબ સુંદર.' દક્ષિણ અભિનેત્રી અને નાગા ચૈતન્યની પત્ની શોભિતા ધુલિપાલાએ લખ્યું, 'આ બધું જ છે'. અર્જુન કપૂરે લખ્યું, 'Eeeeeevv...'. સામંથા રૂથ પ્રભુએ હાર્ટનું ઇમોજી મુક્યું હતું.