ભારતનું બંધારણ સમયની કસોટી પર ખરુ ઉતર્યુઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું હતું કે ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી છેલ્લા 75 વર્ષોમાં સમયની કસોટી પર ખરુ ઉતર્યું છે, જ્યારે તે જ સમયે પોતાના બંધારણનો મુસદ્દો તૈયાર કરનારા 50 દેશોમાંથી મોટા ભાગનાએ તેમાં ફેરફાર કર્યા છે.
રાજ્યસભામાં 'ભારતીય બંધારણની 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા' પર ચર્ચાની શરૂઆત કરતા, નાણામંત્રીએ બંધારણ સભાના 389 સભ્યોને શ્રદ્ધાંજલિ આપી હતી, જેમાં 15 મહિલાઓનો સમાવેશ થાય છે, જેમણે અત્યંત પડકારજનક વાતાવરણમાં ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો.
કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યું કે ભારતનું બંધારણ "સમયની કસોટી પર ખરુ ઉતર્યું છે. "આજે આપણે ભારતના લોકતંત્રના વિકાસ પર ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ.'' તેમણે કહ્યું કે દેશનું બંધારણ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને ''આ સમય છે કે ભારતનું નિર્માણ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવાનો આ સમય છે, જે આમાં રહેલી ભાવનાને જાળવી રાખશે.
ભારત અને તેના બંધારણને તેની અલગ ઓળખ ગણાવતા સીતારમણે કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી 50 થી વધુ દેશો આઝાદ થયા અને પોતાના બંધારણો લખ્યા. "પરંતુ ઘણા દેશોએ તેમના બંધારણો બદલ્યા છે, ઘણાએ ફક્ત તેમાં સુધારો કર્યો નથી, પરંતુ તેમના બંધારણના સંપૂર્ણ પાત્રને શાબ્દિક રીતે બદલી નાખ્યા છે." તેમણે કહ્યું કે ભારતના બંધારણમાં સમયાંતરે સુધારા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, "સુધારો એ સમયની જરૂરિયાત હતી."