ભારતીય આર્મી વધારે મજબુત બનશે, દેશની પ્રથમ હળવી ટેન્ક ભારત 2026માં થશે તૈયાર
નવી દિલ્હીઃ ભારત છેલ્લા કેટલાક વર્ષોથી સરક્ષણ હથિયારો બનાવી રહ્યું છે. હવે ભારતમાં બનેલા હથિયારોને પ્રોત્સાહન આપવા માટે એવીએનએલ નવા હળવા ટેન્ક બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જેનુ નામ ભારત (લાઈટ ટેન્ક) રાખવામાં આવ્યું છે. કંપનીનો લક્ષ્યાંક છે કે, 2025ના અંત સુધીની ડિઝાઈન તૈયાર કરીને 2026ના અંત સુધીમાં પ્રથમ મોડલ બનાવવામાં આવશે. આ ટેન્ક રશિયાના 2S25 Sprut-SD મોડલ પર આધારિત છે જેને ભારતમાં મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવશે. આ પાણીમાં ચાલનાર ટેન્ક હશે જે નદીઓ અને ઝરણાઓ પાર કરી શકશે. તેમાં 125 મિમીની તાકાતવર તોપ હશે. જે મોટા યુદ્ધ ટેન્કો જેટલી મારક ક્ષમતા રાખશે.
ભારત ટેન્ક ખાસ રીતે લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશ જેવા ઉંચાઈવાળા વિસ્તારોમાં ઉપયોગ માટે ડિઝાન કરવામાં આવશે. જેમાં મિસાઈલથી બચાવની સિસ્ટમ, એન્ટ્રી ડ્રોન જેમર અને આધુનિક ફાયર કન્ટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવશે. આ ટેન્કમાં 60 ટકાથી વધારે હિસ્સો ભારતમાં બનાવવામાં આવશે. જેનાથી આવડી (તમિલનાડુ)ના રક્ષા ઉદ્યોગને પ્રોત્સાહન આપશે. હળવા ટેન્કની જરૂરિયા 2020માં ગલવાન સંઘર્ષ વખતે ખાસ જરૂર પડી હતી. ગલવાન સંઘર્ષ વખતે ભારતીય સેનાને ભારે ટેન્કોને પહાળ પર ચલાવવા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ચીને પોતાના હળવા ટેન્ક તૈનાત કર્યાં હતા.
ગલવાન ઘર્ષણ બાદ ભારતીય સેનાએ 354 હળવા ટેન્ક ખરીદવાની યોજના બનાવી હતી. જેમાં પહેલા 59 ટેન્ક ઝોરાવર સામેલ કરવામાં આવ્યાં છે. જેને એલએનટી અને ડીઆરડીઓ બનાવી રહ્યાં છે. બાકીના 295 ટેન્કની હજુ પણ જરૂર છે. જેમાં એવીએનએલના ભારત ટેન્ક સામેલ કરવામાં આવશે. ભારત ટેન્કની કિંમત લગભગ 20-25 કરોડ બતાવવામાં આવી રહી છે. જે યોગ્ય અને ભરોસાપાત્ર વિકલ્પ બનશે. જો બધુ યોજના પ્રમાણે થશે તો, આગામી દિવસોમાં આ ટેન્ક ભારતના પહાડી સીમા પર સુરક્ષામાં મોટો ફેરફાર કરી શકે છે.