હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ભારતીય સેના થશે વધુ શક્તિશાળી: સ્વદેશી ‘સક્ષમ’ સિસ્ટમથી દુશ્મનોના ડ્રોનનો થશે નાશ

04:00 PM Oct 23, 2025 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ ભારતીય સેના હવે દુશ્મન દેશોના ડ્રોન અને અનમેન્ડ એર સિસ્ટમ્સ (UAS) સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ રહી છે. સેનાએ દેશી ટેક્નોલોજીથી વિકસાવવામાં આવેલી ‘સક્ષમ (SAKSHAM) કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ’ની ખરીદી પ્રક્રિયા શરૂ કરી છે. આ હાઇ-ટેક સિસ્ટમ દુશ્મનના ડ્રોનને રિયલ ટાઈમમાં શોધી, ટ્રેક કરી, ઓળખી અને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિસ્ટમની જરૂરિયાત ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન અનુભવાઈ હતી, જ્યારે દુશ્મન તરફથી ડ્રોનની પ્રવૃત્તિઓ વધી ગઈ હતી. ત્યારબાદ સેનાને સમજ્યું કે હવે યુદ્ધ માત્ર જમીન પર નહીં પરંતુ હવામાં પણ લડાશે. આ માટે ભારતીય સેનાએ પોતાના જૂના ટેક્ટિકલ બેટલ એરિયા (TBA)ના વિચારને બદલીને ટેક્ટિકલ બેટલફીલ્ડ સ્પેસ (TBS) બનાવ્યું છે. આ નવી રણનીતિ હેઠળ 3,000 મીટર (10,000 ફૂટ) સુધીનું હવાઈ ક્ષેત્ર જેને હવે ‘એર લિટરલ’ કહેવામાં આવે છે. આમ ભારતીય સેના જમીન ઉપરાંત હવાઈ ખતરાઓ સામે પણ ઝડપી પ્રતિસાદ આપી શકશે.

Advertisement

 ‘સક્ષમ’નું સંપૂર્ણ નામ Situational Awareness for Kinetic Soft and Hard Kill Assets Management.છે. આ એક હાઈ-ટેક કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ છે, જે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL), ગાજિયાબાદ દ્વારા ભારતીય સેનાની સાથે મળીને વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ આર્મી ડેટા નેટવર્ક પર કાર્ય કરશે અને યુદ્ધક્ષેત્રમાં ચાલી રહેલી તમામ ડ્રોન પ્રવૃત્તિઓની એક એકીકૃત તસ્વીર (Recognised UAS Picture) રજૂ કરશે.

દુશ્મન તથા પોતાના ડ્રોનની રિયલ ટાઈમ મોનિટરિંગ કરવાની ક્ષમતા

Advertisement

તમામ સેન્સર અને હથિયાર સિસ્ટમને એક જ નેટવર્કમાં જોડવાની શક્તિ

AI ટેક્નોલોજી દ્વારા ખતરાનો તરત વિશ્લેષણ અને ઝડપી નિર્ણય

લાઈવ બેટલફીલ્ડ ઇમેજરી અને તરત કાર્યવાહી માટેનું ઇન્ટરફેસ

અન્ય ઓપરેશનલ અને એર મેનેજમેન્ટ સિસ્ટમ્સ સાથે સીધો સંકલન

આ સિસ્ટમને આકાશીય રડાર નેટવર્ક સાથે પણ જોડાશે, જેથી યુદ્ધ ક્ષેત્રમાં ઉડતા બધા વિમાન કે ડ્રોન મિત્ર, તટસ્થ કે દુશ્મનની માહિતી તરત મળી રહશે.

‘સક્ષમ’ સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરાયેલ સિસ્ટમ છે. આ પ્રોજેક્ટ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ છે. તેમાં કૃત્રિમ બુદ્ધિ (AI) અને ડેટા ફ્યુઝન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી આવનારા સમયમાં તેને નવી પડકારો અનુસાર અપગ્રેડ કરી શકાય. આ પ્રોજેક્ટને ફાસ્ટ ટ્રેક પ્રોક્યોરમેન્ટ (FTP) હેઠળ મંજૂરી મળી છે, જેથી આગામી એક વર્ષની અંદર તેને તમામ ફીલ્ડ યુનિટ્સમાં સ્થાપિત કરી શકાય.

જ્યારે ‘સક્ષમ’ સંપૂર્ણ રીતે કાર્યરત થશે, ત્યારે તે ભારતીય સેનાના કાઉન્ટર-ડ્રોન નેટવર્ક ગ્રિડની રીડ તરીકે કામ કરશે. આથી કમાન્ડરોને જમીન અને હવાઈ ક્ષેત્ર બંનેમાં દુશ્મનના ખતરાની સ્પષ્ટ માહિતી મળશે, જેથી તેઓ ઝડપી અને સચોટ કાર્યવાહી કરી શકે. આ સિસ્ટમ સૈનિકો, બેઝ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને હવાઈ ખતરાઓથી સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

‘સક્ષમ’ ભારતીય સેનાના ડિજિટલ અને ટેક્નોલોજીકલ રીતે સશક્ત યુદ્ધક્ષેત્રના લક્ષ્યને આગળ ધપાવતું મહત્વપૂર્ણ પગલું છે. આ પહેલ ‘Decade of Transformation (2023–2032)’ અભિયાનનો ભાગ છે, જેનાથી ભારતીય સેના ભવિષ્યના યુદ્ધો માટે વધુ તૈયાર અને શક્તિશાળી બનશે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article