For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારતીય સેનાએ પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિશાન બનાવવા માટે હાર્પી મિસાઈલનો

05:06 PM May 08, 2025 IST | revoi editor
ભારતીય સેનાએ પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિશાન બનાવવા માટે હાર્પી મિસાઈલનો
Advertisement

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 સુદર્શન ચક્ર મિસાઇલ સિસ્ટમથી ભારત તરફ આવતા લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. રિપોર્ટ અનુસાર, S-400 દ્વારા બધા લક્ષ્યોને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિશાન બનાવવા માટે હાર્પી મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.

Advertisement

S-400 એર ડિફેન્સ સિસ્ટમ એ ઉપકરણોનું નેટવર્ક છે જે હવાઈ ખતરાનો સામનો કરવા માટે ચોક્કસ વિસ્તારમાં તૈનાત કરવામાં આવે છે. તે હવામાં દુશ્મનના ફાઇટર જેટ, મિસાઇલ અને ડ્રોનને નિશાન બનાવવા માટે રચાયેલ છે. S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને ભારતીય વાયુસેનાના સૌથી શક્તિશાળી હથિયારોમાંનું એક માનવામાં આવે છે. તે હવામાં કોઈપણ સંભવિત ખતરાને નષ્ટ કરવામાં સક્ષમ છે. ચીન અને પાકિસ્તાનના ખતરાને ધ્યાનમાં રાખીને S-400 મિસાઇલ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. તેની રેન્જ 40 થી 400 કિલોમીટરની વચ્ચે છે. ભારત અને રશિયા વચ્ચે 2018 માં S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો સોદો થયો હતો. આ સોદા હેઠળ, ભારતને S-400 મિસાઇલ સિસ્ટમની ત્રણ રેજિમેન્ટ મળી છે. ભારતને હજુ સુધી બે વધુ રેજિમેન્ટ મળવાની બાકી છે, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તેમાં વિલંબ થયો છે અને હવે તે 2016 માં મળવાની અપેક્ષા છે.

S400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની એક રેજિમેન્ટમાં આઠ લોન્ચર્સ હોય છે. તેનો અર્થ એ કે આઠ લોન્ચિંગ ટ્રક છે અને દરેક ટ્રકમાં ચાર લોન્ચર છે. દરેક લોન્ચર ચાર મિસાઇલો છોડે છે. મતલબ કે એક રેજિમેન્ટ કોઈપણ સમયે 32 મિસાઇલો ચલાવી શકે છે. તે આકાશમાંથી આવતી કોઈપણ મિસાઈલને આંખના પલકારામાં તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. આ વિશ્વની સૌથી સચોટ હવાઈ સંરક્ષણ પ્રણાલી છે. ખાસ વાત એ છે કે તે કોઈપણ વિસ્તારમાંથી આવતી કોઈપણ પરમાણુ મિસાઈલને હવામાં જ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આના દ્વારા દુશ્મનના પ્રદેશની અંદર પણ દેખરેખ રાખી શકાય છે.

Advertisement

આ મિસાઇલ સિસ્ટમને નાટો દ્વારા SA-21 ગ્રોલર પણ કહેવામાં આવે છે. તે માઈનસ 50 થી માઈનસ 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં કામ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલનો કોઈ નિશ્ચિત સ્થાન ન હોવાથી તેને નષ્ટ કરવી પણ ખૂબ મુશ્કેલ છે. તેને સરળતાથી શોધી પણ શકાતું નથી.

Advertisement
Tags :
Advertisement