For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઓવેલ ટેસ્ટ ભારતે ઈંગ્લેન્ડ સામે છ રનથી ટેસ્ટ જીતી, ટસ્ટ સિરીઝ 2-2થી ડ્રો રહી

04:49 PM Aug 04, 2025 IST | revoi editor
ઓવેલ ટેસ્ટ ભારતે ઈંગ્લેન્ડ સામે છ રનથી ટેસ્ટ જીતી  ટસ્ટ સિરીઝ 2 2થી ડ્રો રહી
Advertisement

ભારતે ઓવલ ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ છ રનથી જીતી લીધી છે. ભારતે 374 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, ઇંગ્લિશ ટીમ 367 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.. પાંચમા દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 35 રનની જરૂર હતી અને ભારતને ચાર વિકેટની જરૂર હતી. સિરાજે આજે ત્રણ વિકેટ લીધી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ એક વિકેટ લીધી હતી. સિરાજે ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર વિકેટ લીધી હતી. આકાશ દીપે એક વિકેટ લીધી હતી. આ સાથે, પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો થઈ છે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની યુવા ટીમનું આ ઐતિહાસિક પ્રદર્શન છે. આ પ્રવાસ પહેલા કોઈ પણ ક્રિકેટ પંડિતોએ ભારતને ફેવરિટ કહ્યું ન હતું. જોકે, ગિલની યુવા ટીમે બધા ટીકાકારોને ચૂપ કરી દીધા અને શ્રેણી 2-2થી ડ્રો કરી છે.

Advertisement

ઓવેલ ટેસ્ટની પ્રથમ ઈનીંગ્સમાં ભારતે બેટીંગ કરતા 10 વિકેટ ગુમાવીને 224 રન બનાવ્યાં હતા. ઈંગ્લેન્ડ તરફથી ગુસ એટ્કીસોનએ પાંચ વિકેટ ઝડપી હતી. પ્રથમ ઈનીંગ્સમાં ઈંગ્લેન્ડની ટીમ 9 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યાં હતા. જ્યારે ક્રીશ વોક્સ ઈજાને કારણે બેટીંગ કરવા ઉતરી શક્યો ન હતો. આમ ઈંગ્લેન્ડની ટીમે 23 રનની લીડ હાંસલ કરી હતી. ભારત તરફથી સિરાઝ અને પ્રસિદ્ધ ક્રિષ્ણાએ ચાર-ચાર વિકેટ લીધી હતી. બીજી ઈંનીગ્સમાં ભારતીય ટીમે 10 વિકેટ ગુમાવીને જયસ્વાલના 118 રનની મદદથી 396 રન બનાવ્યાં હતા. આમ ભારતે ઈંગ્લેન્ડને 374 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી રૂટએ 105 અને બ્રુકએ 111 રન બનાવ્યાં હતા. જો કે, અંતિમ દિવસે ભારતને જીત માટે ચાર વિકેટની જરુર હતી. જ્યારે ઈંગ્લેન્ડને 36 રનની જરુર હતી. જો કે, પાંચમો દિવસ ભારતીય બોલરોનો રહ્યો હતો. તેમજ ટેસ્ટ મેચ 6 રનથી ટીમ ઈન્ડિયાએ જીતી લીધી હતી. ભારત તરફથી સિરાજે પાંચ અને પ્રસિદ્ધ ક્રિષ્ણાએ ચાર વિકેટ ઝડપી હતી. આમ ભારતીય ટીમે વિદેશની ધરતી ઉપર ઈતિહાસ રચી દીધો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement