હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

દક્ષિણ આફ્રિકા સામેની અંતિમ ટી20 મેચમાં ભારત 135 રનથી જીત્યું, શ્રેણી પણ જીતી

10:05 AM Nov 16, 2024 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 શ્રેણી રમાઈ હતી. શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 135 રને જીત મેળવી સિરીઝ 3-1થી જીતી લીધી હતી. આ મેચમાં સંજુ સેમસન અને તિલક વર્મા ટીમની જીતના હીરો રહ્યા હતા. બંને ખેલાડીઓએ સદી ફટકારી હતી. આ શ્રેણીમાં બંને ખેલાડીઓની આ બીજી સદી હતી. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાની આ વર્ષની છેલ્લી T20 મેચ પણ હતી.

Advertisement

આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 283 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ 18.2 ઓવરમાં 148 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત આ મેચ 135 રને જીતી ગયું હતું. આ સાથે જ ટી-20 સિરીઝ પણ 3-1થી પોતાના નામે કરી છે. આ મેચમાં અનેક રેકોર્ડ બન્યા હતા.

અંતિમ મેચમાં જીત સાથે જ ભારતે 4 મેચની ટી-20 સિરીઝને 3-1ના અંતરથી જીતી લીધી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતે દક્ષિણ આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત ટી-20 સિરીઝ જીતી છે. ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રને હરાવ્યું હતું અને રનના હિસાબથી ભારતની આ ટીમ પર અત્યાર સુધીની સૌથી મોટી જીત રહી છે.

Advertisement

ભારતની પ્રથમ વિકેટ અભિષેક શર્માના રૂપમાં પડી હતી અને તેને 18 બોલમાં 36 રન બનાવ્યા હતા.  સંજુ સેમસને 56 બોલમાં 6 ફોર અને 9 સિક્સરની મદદથી અણનમ 109 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 47 બોલમાં 9 ફોર અને 10 સિક્સરની મદદથી અણનમ 120 રન બનાવ્યા હતા. તિલક વર્માને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

દક્ષિણ આફ્રિકા તરફથી ટ્રિસ્ટન સ્ટબ્સ (43), ડેવિડ મિલ્લર (36) અને માર્યો યાનસેન (29*) જ સારૂ પ્રદર્શન કરી શક્યા હતા. આ સિવાય કોઇ પણ બેટ્સમેન ચાલ્યો નહતો. કેપ્ટન એડન માર્કરમ (8), હેનરિક ક્લાસેન (0) રીઝા હેન્ડરિક્સ (0) પર આઉટ થયા હતા. ભારત તરફથી અર્શદીપ સિંઘે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી જ્યારે વરૂણ ચક્રવર્તી અને અક્ષર પટેલને 2-2 સફળતા મળી હતી. હાર્દિક પંડ્યા, રમનદીપ સિંઘ અને રવિ બિશ્નોઇએ 1-1 વિકેટ ઝડપી હતી.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaratifinal T20 matchGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharindiaLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharsouth africaTaja Samacharviral newswonwon the series
Advertisement
Next Article