For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારત અવકાશ સંશોધનમાં આગામી વર્ષોમાં વધુ 8 થી 10 વધુ વિક્રમો સર્જશે

03:47 PM Sep 10, 2025 IST | revoi editor
ભારત અવકાશ સંશોધનમાં આગામી વર્ષોમાં વધુ 8 થી 10 વધુ વિક્રમો સર્જશે
Advertisement

નવી દિલ્હીઃ ISROના ચેરમેન વી. નારાયણને કહ્યું છે કે ભારતે અવકાશ સંશોધનમાં નવ મોટા વિશ્વ વિક્રમો પ્રાપ્ત કર્યા છે અને આગામી વર્ષોમાં 8 થી 10 વધુ વિક્રમ બનાવશે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા, વી નારાયણને ચંદ્રયાન મિશનથી લઈને મંગળ મિશન અને ક્રાયોજેનિક ટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો.

Advertisement

તેમણે કહ્યું કે, 2014 માં મંગળ મિશનથી ભારત તેના પ્રથમ પ્રયાસમાં મંગળ પર પહોંચનાર પ્રથમ રાષ્ટ્ર બન્યું. 2017 માં, PSLV-C37 એ એક જ મિશનમાં 104 ઉપગ્રહો પ્રક્ષેપણ કરીને ઇતિહાસ રચ્યો. વી નારાયણને કહ્યું કે, 2019 માં ચંદ્રયાન-2 એ ચંદ્રની આસપાસ વિશ્વનો શ્રેષ્ઠ ઓર્બિટર કેમેરા મૂક્યો, જ્યારે 2023 માં ચંદ્રયાન-3 એ ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક અવકાશયાન ઉતારનાર પ્રથમ દેશ બનાવ્યો.

તેમણે કહ્યું કે, ૨૦૧૪ થી ૨૦૧૭ ની વચ્ચે, ભારતે ક્રાયોજેનિક સ્ટેજ વિકાસમાં ત્રણ વૈશ્વિક વિક્રમ હાંસલ કર્યા, જેમાં ક્રાયોજેનિક સ્ટેજ સાથે LVM3 ની સૌથી ઝડપી પ્રથમ ઉડાનનો સમાવેશ થાય છે, જે અન્ય દેશોમાં ૩૭ થી ૧૦૮ મહિનાની સમયમર્યાદાની સરખામણીમાં ૨૮ મહિનામાં થયો હતો.

Advertisement

વી. નારાયણને કહ્યું કે, ISRO અવકાશ ટેકનોલોજીમાં ૮-૧૦ વધારાના વિશ્વ વિક્રમ હાંસલ કરવાની યોજના ધરાવે છે. તેમણે ઉમેર્યું કે ૨૦૪૦ સુધીમાં, ભારત ચંદ્ર પર માનવીને ઉતારવાનું લક્ષ્ય રાખે છે, જે વિકસિત રાષ્ટ્ર બનવા તરફ દેશની સફરમાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.

Advertisement
Tags :
Advertisement