હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ભારત વિશ્વની સાથે આગળ વધવા માંગે છે: ડો. એસ.જયશંકર

11:55 AM Nov 04, 2024 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે બ્રિસ્બેનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના ચાર મુખ્ય કારણો આપ્યા. ભારતીય ડાયસ્પોરા તરફથી તેમને મળેલા ઉષ્માભર્યા સ્વાગતને સ્વીકારતા તેમણે કહ્યું કે, તેના ચાર કારણો છે - PM Modi , ઓસ્ટ્રેલિયા, વિશ્વ અને તમે બધા. તેઓ માત્ર બ્રિસ્બેનમાં ભારતના ચોથા કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરવા આવ્યા નથી. પરંતુ તેમની મુલાકાત ભારતીય સમુદાય પ્રત્યે PM Modi ની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે છે. 

Advertisement

વિદેશ મંત્રી એસ. જયશંકરે વધુમાં જણાવ્યું, આ કોન્સ્યુલેટ તમારી હાજરી, પ્રયાસો અને યોગદાનને કારણે શક્ય બન્યું છે. હું PM Modi  દ્વારા બ્રિસ્બેનમાં કોન્સ્યુલેટ ખોલશે તે જાહેર વચનને પૂર્ણ કરવા આવ્યો છું. જોકે ક્વીન્સલેન્ડમાં 15,000-16,000 વિદ્યાર્થીઓ સહિત 125,000 ભારતીયો રહે છે તેની નોંધ લેતા, વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત માટે રાજ્યના આર્થિક મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, ભારતમાં ઓસ્ટ્રેલિયાની નિકાસનો 75 ટકા ખરેખર આ રાજ્યમાંથી આવે છે. આ સહયોગને માત્ર એક સિદ્ધિ તરીકે નહીં પરંતુ ભવિષ્યના વિકાસની બ્લૂ પ્રિન્ટ તરીકે જોવું જોઈએ.

વિદેશ મંત્રી એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયાને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ભારતના હોદ્દાને રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.  ભારતની આકાંક્ષાઓ અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારત આગળ વધી રહ્યું છે, આગળ વધશે પણ ભારત વિશ્વની સાથે આગળ વધવા માંગે છે. જ્યારે આપણે વિશ્વને જોઈએ છીએ, ત્યારે આપણને તકો દેખાય છે. અમે આશાવાદી છીએ કે સમસ્યાઓ હોઈ શકે છે. પરંતુ એકંદરે, અમને લાગે છે કે સમગ્ર વિશ્વમાં ભારત સાથે કામ કરવાની ઈચ્છા છે.

Advertisement

તો વિદેશ મંત્રી એસ. જયશંકર 3 થી 8 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરના પ્રવાસ પર છે. જયશંકરની મુલાકાતનો પ્રથમ ચરણ ઓસ્ટ્રેલિયામાં 7 નવેમ્બર સુધી ચાલશે. વિદેશ મંત્રી કેનબેરામાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ પેની વોંગ સાથે 15 મી FMFD ની સહ-અધ્યક્ષતા કરશે. આ દરમિયાન બંને મંત્રીઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પરસ્પર હિતો પર ધ્યાન કેન્દ્રિત કરીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓસ્ટ્રેલિયામાં જયશંકર ઓસ્ટ્રેલિયન સંસદ ભવનમાં આયોજિત થનારી બીજી રાયસિના ડાઉન અન્ડર કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય ભાષણ પણ આપશે.

તેમના કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયન નેતાઓ, સંસદસભ્યો, ભારતીય ડાયસ્પોરાના સભ્યો તેમજ બિઝનેસ, મીડિયા અને થિંક ટેન્કના પ્રતિનિધિઓ સાથેની બેઠકોનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાની મુલાકાત બાદ વિદેશ મંત્રી જયશંકર 8 નવેમ્બરે સિંગાપોરની મુલાકાત લેશે. જ્યાં તેઓ ASEAN-ભારત થિંક ટેન્ક નેટવર્કના 8મા રાઉન્ડ ટેબલમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેઓ બંને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ વધારવા માટેની તકો શોધવા માટે સિંગાપોરના નેતૃત્વને પણ મળશે.

Advertisement
Tags :
Aajna Samacharaustralia tourBreaking News GujaratiDr. S. JayashankarGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharindiaLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral newsworld
Advertisement
Next Article