For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારત-અમેરિકા વેપાર કરારથી આર્થિક વિકાસને મળશે વેગ

11:24 AM Jul 02, 2025 IST | revoi editor
ભારત અમેરિકા વેપાર કરારથી આર્થિક વિકાસને મળશે વેગ
Advertisement

નવી દિલ્હીઃ વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. સુરજીત ભલ્લાએ મંગળવારે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે સંભવિત વેપાર કરાર દેશના આર્થિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. ડૉ. ભલ્લાએ કહ્યું, 'જો આ કરાર થાય છે, તો આપણો વિકાસ દર ઘણો ઝડપી બની શકે છે.' તેમનું એવું પણ માનવું હતું કે, અમેરિકા ખાસ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ ટેરિફ સંબંધિત સમયમર્યાદા, ભારતને લાંબા સમયથી પડતર આર્થિક સુધારાઓ લાગુ કરવામાં મદદ કરી રહી છે. તેમણે કહ્યું કે, 'હું અમેરિકા કે ટ્રમ્પને ખતરા તરીકે જોતો નથી. તેના બદલે તેઓ અમને સુધારાઓ તરફ ધકેલીને અમને મદદ કરી રહ્યા છે.'

Advertisement

ડૉ. ભલ્લાની ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ભારત અને અમેરિકા ભારતીય નિકાસ પર પ્રસ્તાવિત યુએસ ટેરિફ ટાળવા માટે 9 જુલાઈની સમયમર્યાદા પહેલાં વચગાળાના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ અઠવાડિયે કરાર થઈ શકે છે અને વર્ષના અંત સુધીમાં એક વ્યાપક મુક્ત વેપાર કરાર (FTA) માટે માર્ગ મોકળો થઈ શકે છે. ડૉ. ભલ્લાએ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનવા બદલ ભારતની પ્રશંસા પણ કરી.

તેમણે કહ્યું કે, દેશનો વર્તમાન 6.5 ટકાનો વિકાસ દર પ્રભાવશાળી છે, પરંતુ શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં સુધારા દ્વારા ઉત્પાદકતામાં વધારો થાય તો ભારતની વાસ્તવિક સંભાવના 7.5 થી 8.5 ટકાના દરે વૃદ્ધિ પામવાની છે. દેશની અર્થવ્યવસ્થાને લઈને તેમણે જણાવ્યું કે, 'એ ગર્વની વાત છે કે આપણે સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છીએ, પરંતુ આપણે હજુ સુધી આપણી સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચ્યા નથી. કોઈ પણ દેશની આર્થિક સફળતાનું મૂલ્યાંકન તેની ક્ષમતાના આધારે થવું જોઈએ, ફક્ત GDP આંકડાઓ દ્વારા નહીં.'

Advertisement

આ સાથે, તેમણે 'ઓપરેશન સિંધુ સુદર્શન' જેવા પગલાં દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાના સરકારના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે કહ્યું, 'રક્ષણ એક મુખ્ય રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. સંરક્ષણ પર વધુ ખર્ચ કરવાથી સુરક્ષાની સાથે સાથે આર્થિક આત્મવિશ્વાસ પણ વધે છે.'

Advertisement
Tags :
Advertisement